SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર જિનેશ્વરના પણ દ્વેષી હોય છે, તે પછી બીજા સામાન્ય મનુષ્યના દ્વેષી કેમ ન હોય? તે સાંભળી બીજાનું ધન ગ્રહણ કરવામાં ચતુર એવા રાજાએ પોતાના ચાર સેવકેને “દેદ નામના વણિકને જલદી શોધીને લાવે” એમ કહીને મોકલ્યા. અહીં દેદ પોતાને ઘેર જેટલામાં જમવા બેસતે હતો તેટલામાં તે ચારે રાજ સેવકે આવી ભજન કર્યા વિના જ તેને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછ્યું કે-“હે દેદ! લેકો કહે છે કે તેને નિધાન પ્રાપ્ત થયું છે તે વાત સત્ય છે કે અસત્ય છે?” દેદ બોલ્યો કે-“હે સ્વામી ! સાંભળેલી વાતને જ સત્ય ન માને. મનમાં વિચાર કરે. મારું એવું ભાગ્ય કયાંથી હોય કે જેથી નિધાન પ્રાપ્ત થાય ? કહ્યું છે કે – " मा होह सुअग्गाही; मा पत्तिह जं न दिद्विपच्चक्खं । પાક વિ દુ વિદે, જુત્તાંગુત્ત વિપિન્ના | શરૂ ” સાંભળવા માત્રથી જ સત્ય માનનાર થવું નહીં, જે દષ્ટિને પ્રત્યક્ષ થયું ન હોય તેના ઉપર વિશ્વાસ રાખવો નહીં, પ્રત્યક્ષ જોયું હોય તે પણ યુક્ત અને અયુક્તને વિચાર કરે.” તે સાંભળી રાજાએ કહ્યું—“હે માયાવી ! કપટનો ત્યાગ કરી સત્ય વાત કહે. હું વણિકનાં સર્વ ચરિત્રે જાણું છું. તે આ પ્રમાણે-- " श्रुत्वा दुर्वाक्यमुच्चैर्हसति मुषति च स्वीयमानेन लोकं, द्वयध गृहणाति पण्यं बहुकमिति वदन्नर्धमेव प्रदत्ते । स्वीयान्यायेऽपि पूर्व ब्रजति नृपगृहं लेख्यके कूटकारी, मध्ये सिंहप्रतापः प्रकटमृगमुखः स्याद्वणिक्कूटप्रष्ठः।।१४।। માયા કપટમાં હશિયાર એ વણિક કેઈનું દુર્વચન સાંભળીને ઉંચે સ્વરે હસે છે, પિતાના મનવડે લેકને લુંટે છે,લેવાની વસ્તુ પૂર્ણ ગ્રહણ કરે છે, આપતી વખતે ધણી આપું છું, એમ કહીને અધ વસ્તુ જ આપે છે, પિતાને અન્યાય હોય તે પણ પહેલે રાજદ્વારમાં ફરીયાદ કરવા જાય છે, ચેપડામાં ખોટાં નામાં લખે છે, હૃદયમાં સિંહની જેવો પ્રતાપી હોય છે, અને બહારથી મૃગની જેવા ગરીબડા મુખવાળા હોય છે.” તથા— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy