________________
સપ્તમ તરંગ.
૧૦૫
ત્યાં કેટલાક દિવસ રહીને પછી તે રૈવતાચળ ( ગિરનાર ) ની તળેટીએ ગયે. તે વખતે ત્યાં પહેલેથી આવેલે દિગંબરને સંઘ પણ હિતે. હવે બીજે દિવસે જ્યારે પ્રાતઃકાળ થયું ત્યારે વાછના નાદ પૂર્વક તે પુણ્યવંત પેથડ મંત્રી સંઘ સહિત રૈવતાચળ ઉપર ચડવા લાગે. તેટલામાં યોગિનીપુરને રહેવાશી અગરવાલ નામના કુળમાં ઉત્પન્ન થયેલે અલાઉદીન બાદશાહને માનીતે પૂર્ણ નામને દિગંબર મતને ધનિક શસ્ત્રધારી સેવકો સહિત સંઘપતિ થઈને આવ્યો હતું. તેણે ગર્વથી અંધ બની ત્યાં આવી નેમિનાથ જિનેશ્વરની આજ્ઞા આપી (રૈવતાચળ પર ચડવાને નિષેધ કર્યો છે. તે વખતે પ્રધાન વિગેરે સર્વ જને જે ઠેકાણે હતા તે જ ઠેકાણે સ્થિર થઈને ઉભા રહ્યા. કેમકે સંઘ, દેવ, ગુરૂ અને રાજાની આજ્ઞા ઓળંગવા લાયક નથી. તે વખતે પૃથ્વીધરે તેને કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે-“આ તીર્થ અમારૂં દિગંબરનું છે, તેમ જ અમે અહીં પહેલાં આવ્યા છીએ, તેથી અમે પહેલાં ચડીશું.” મંત્રીએ કહ્યું કે “આ તીર્થ અમારું છે એમ અમે કહીએ છીએ, અને તમે પણ અમારૂં તીર્થ છે એમ કહો છે. માટે આને શે હેતુ છે? તે કહે.” ત્યારે તે બે કે- જે નેમિનાથની પ્રતિમાને વિષે કટીસૂત્ર (કદેરે) અથવા અંચલિકા પ્રગટ કરાય તે સંસારની પીડાને હરણ કરનાર આ તીર્થ તમારું કેમ ન કહેવાય ? વળી આ જીનેશ્વર તેના શરીર ઉપર ભવ્ય પ્રાણી
એ પહેરાવેલાં આભરણેને સહન કરતા નથી, તેથી આ તીર્થ દિગંબરનું છે, પણ શ્વેતાંબરનું નથી, એ વાત સંશય રહિત જ છે.”
આ પ્રમાણે તેનું વચન સાંભળી જગતને વિષે અદભુત કિયાને કરનાર પિડ મંત્રીએ કહ્યું કે-“શું જુનાગઢ વિગેરેમાં જે પ્રતિમાઓ છે તે કટિસૂત્રવાળી અને સંચલિકા રહિત નથી ? પરંતુ તે તમારી નથી. વળી તમે કહ્યું કે- આ જીનેશ્વર આભરણોના સમૂહને સહન કરતા નથી, તે તેનું કારણ સાંભળે.-આ જીનેશ્વરનું તેજ બાર જન સુધી જાય છે, તેથી તેને આભૂષણેની શી જરૂર છે? જેમ આમ્રવૃક્ષ ઉપર તેરણ બાંધવાની જરૂર નથી અને લંકા નગરીમાં લહેરેની જરૂર નથી, તેજ પ્રમાણે ફલવર્ધી પાર્શ્વનાથની જેમ આ મૂર્તિને અધિષ્ઠા૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org