________________
૧૪ નવી ટૂંક આ નવી ટૂંક જે બાંધી તેમાં રતનપોળમાંથી દાદાના દેરાસરની ફરતી જે દેરીઓ હતી તે કાઢી નાંખી ત્યાંથી તેમજ બીજા જુદા જુદા સ્થાનમાંથી જે લગભગ ૫૦૦ પ્રતિમાજી ઉસ્થાપન કરેલા હતા, તેમના પ્રતિમાજી આ ટૂંકમાં બિરાજમાન કરવામાં આવેલ છે. બાકી રહેલા થોડા પ્રતિમાજી દાદાના મંદિર ઉપર તેમજ અન્ય સ્થળોએ પ્રતિષ્ઠિત કર્યા છે.'
આ ટૂંકમાં મધ્યમાં મુખ્ય મંદિર બનાવી પદ્ધતિસરની ટૂંક બાંધી છે. આમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના પ્રતિમાજી અતિ ભવ્ય છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૩૨ માં થઈ છે. આ ટૂંકની પ્રતિષ્ઠામાં ભિન્ન ભિન્ન ગચ્છના પૂ આ આચાર્યો વગેરે હતા. મુખ્યપણે પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરિ મ. (આ. શ્રી નેમિસૂરિના સમુદાયના) હતા. આ ટૂંકમાં ભમતીમાં એક પુંડરીકસ્વામીના પ્રતિમાજી છે-જેની નીચેના ભાગમાં બે મુનિરાજ છે. તે મૂર્તિ વિલક્ષણ પ્રકારની ખાસ દર્શનીય છે.
એક ગૌતમસ્વામીની મૂર્તિ પણ છે જે સંવત ૧૭૯૪ કાર્તિક વદિ-૭ પાલિતાણુ નિવાસી શ્રીમાલીજ્ઞાતીય દેશી કહૂઆના પુત્ર દેશી ભાણજીના પુત્ર દોશી લાલાના પુત્ર વર્ધમાને પ્રતિષ્ઠિત કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org