________________
[૫૫] ૯. નવા આદીશ્વરપ્રભુને ઈતિહાસ
મૂળનાયક શ્રી આદીશ્વરદાદાની નાસિકા કેઈ કારણે ખંડિત થઈ જવાથી નવા ભગવાન બેસાડવા માટે સૂરતના શેઠ તારાચંદ સંઘવી ગિરિરાજને સંઘ લઈને આવ્યા.
તે સંઘમાં શ્રી આદીશ્વર ભગવાન, બે કાઉસ્સગ્ગીઆ, અને આદિનાથ ભગવાનની પાદુકા સાથે લાવ્યા. જ્યારે શ્રી ગિરિરાજ ઉપર પધાર્યા અને નવા આદીશ્વર ભગવાન બિરાજમાન કરવા ઉદ્યમ કર્યો ત્યારે અધિષ્ઠાયકે નિષેધ કર્યો એટલે કરમાશાના બિરાજમાન કરેલા આદીશ્વરદાદા કાયમ જ રહ્યા. - હવે પ્રશ્ન ઉપસ્થિત થયે કે-આ લાવેલા ભગવાન કયાં બિરાજમાન કરવા? આથી આ મંદિરની પ્રતિમાજી. ઉત્થાપન કરીને અન્ય સ્થળે સ્થાપિત થયા અને નવા આદીશ્વર, કાઉસ્સગ્ગીઆ અને પગલાં આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા. આથી આ નવા આદીશ્વરનું દેરાસર કહેવાય છે. આ નવા આદીશ્વર ભગવાન આદિ ઉપર કેાઈ પણ જાતને શિલાલેખ નથી.
અહીંથી દર્શન કરીને બહાર નીકળીએ એટલે બહાર ચેકીઆળાની બાજુમાં પગલાંની દેરીઓ છે. તેની બાજુમાંથી નાના ખાંચામાં થઈને પાછળ જવાય છે ત્યાં મેરુપર્વતની રચના આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org