________________
ક
[ ૫૦ ] પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ ચોરાશી લેખ પૂર્વનું, જસ આયુ વિશાલ. ૨ વૃષભલંછન જિન વૃષધ એ, ઉત્તમ ગુણ મણિ ખાણ, તસ પદ પદ્ય સેવન થકી, લહીએ અવિચલ કાણુ. ૩
શ્રી ગષભદેવ પ્રભુનું સ્તવન માતા મરુદેવીના નંદ, દેખી તાહરી મુરતી મારું મન
લેભાગુંજી, મારું દિલ લોભાણું છે. દેખી. ૧ કરુણાનાગર કરુણાસાગર, કાયા કંચન વાન ધરી લંછન પાઉલે કાંઈ, ધનુષ્ય પાંચસે માન. માતા. ૨ ત્રિગડે બેસી ધર્મ કહેતા, સુણે પર્ષદા બાર; જેજનગામિની વાણી મીઠી, વરસતી જલધાર. માતા૩ ઉરવશી રૂડી અપછરા ને, રામા છે મન રંગ; પાયે નેપુર રણઝણે કાંઈ કરતી નાટારંભ. માતા. ૪ તુંહી બ્રહ્મા તુંહી વિધાતા, તું જગતારણ હાર; તુજ સરીખે નહિદેવ જગતમાં, અરવડીયા આધાર. માતા૫ તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તુંહી જગતને દેવ; સુર નર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા ૬ શ્રી સિદ્ધાચલ તીરથ કેરે, રાજા ઋષભ જિર્ણ, કીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળે ભવભયા ફંદ. માતા. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org