________________
[ ૪૬ ] ભીમકુંડ આવે છે તે પછી બ્રહ્મકુંડ અને ઈશ્વરકુંડ આવે છે. સૂર્યકુંડની ઉપર કૂકડો ચંદ્રરાજા થયાને કેરણીકરેલે ગોખલે છે. આગળ મનહર છત્રીવાળ વિસામે છે. અને સં. ૧૯૪૫માં પ્રતિષ્ઠિત કરેલ શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાંની એક દેરી છે.
અહીં શિવલિંગની પણ એક દેરી છે. (આ કારીગરે અને પૂજારીઓની સગવડ માટે થયેલી લાગે છે.)
વર્તમાનમાં હાથીપળને ન દરવાજે મનેહર બનાવ્યા છે. બંને બાજુ પાષાણના સુંદર હાથી બનાવ્યા છે.
હાથીપળમાં અંદર પિસીએ એટલે ઓટલા ઉપર ફૂલ વેચવા માળીએ બેસે છે. એની પાછલી બાજુએ જૂનું નહાવાનું ધાબું હતું. આ નહાવાના ધાબાના તળીયા બરાબર રતનપેળીમાં શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરનું બહારનું તળીયું હતું.
વર્તમાનકાળમાં તે ત્યાં બધે ફેરફાર થયેલું છે. અત્યારે નહાવાનું ધાબું જમણી બાજુથી ડાબી બાજુમાં નવી પદ્ધતિએ નવેસર બનાવેલું છે. યાત્રાળુઓ અહીં નાહીને પૂજાના કપડા પહેરે છે. બાજુમાં કેસર-સુખડ ઘસવાના વિશાળ ઓરસીયા છે. ત્યાં ઘસેલ કેસર-સુખડ અપાય છે.
પછી રતનપોળને દરવાજે આવે છે. વર્તમાનમાં આ ચેકમાં આ દરવાજે પાષાણુનો નો સુંદર બનાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org