________________
[ ૩૯ ] દહેરાસર સુરતવાળા શ્રી સેમચંદ કલ્યાણચંદે બંધાવેલ છે.
નીચે રસ્તા ઉપર કવાયક્ષની દેરી છે.
ત્યાંથી ઉપરના ભાગમાં સં. ૧૭૯૧માં મહામંત્રી ભંડારી ગિરધરદાસ અને ભંડારી રત્નસિંહજીએ વર્તમાનમાં અમીઝરા પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ અને પ્રતિમાજી પરના લેખ પ્રમાણે ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. આ મંદિરમાં શ્યામવર્ણના પાર્શ્વનાથ પ્રભુજીના પ્રતિમા અત્યંત મનમેહક છે.
તે પછી સં. ૧૯૮૮ માં શાહ પ્રેમચંદ રતનજીનું કરાવેલ શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું મંદિર છે.
તે પછી બેગલશાવાળાનું શ્રી સંભવનાથ પ્રભુજીનું મંદિર છે. ૧૧. પાર્શ્વનાથ મંદિર-નંદીશ્વરદ્વીપ તથા
અટાપદની રચના
તે પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. તે બહારથી જોતાં ઘર જેવું દેખાય છે, પણ તેની ખૂબી અનેરી છે. અંદર આરસપહાણની સુંદર છત્રી બનાવી છે. તેમાં આરસના સિંહાસન પર સુંદર નાજુક પાર્શ્વનાથ ભગવાન છે. તેની આગળને દરવાજે આરસને છે. તે દરવાજાની એક બાજુએ નંદીશ્વરદ્વીપના આબેહૂબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org