________________
[ ૩૬ ] પછી ભાવનગરના શેઠ કુંવરજી લાધાએ સં. ૧૮૧૫ માં બંધાવેલ સહસણુ પાશ્વનાથનું મંદિર છે.
રાધનપુરવાળા મસાલીયા કુટુંબનું બંધાવેલું પ્રભુનું દેરાસર છે. - તે પછી પાટણવાળા શેઠ પન્નાલાલ બાબુ કેટાવાળાએ બંધાવેલ આરસનું નાજુક મંદિર છે. તેની પ્રતિષ્ઠા આગામે દ્ધારક શ્રી આનંદસાગરસૂરિએ કરેલ છે.
આગળ ચાલતાં ચૌદમી સદીનું ધર્મનાથનું મંદિર છે. કદાચ આ જ મંદિર જગતશેઠનું હેય.
તે પછી વિ. સં. ૧૬૮૩ માં હીરબાઈએ જીર્ણોદ્ધાર કરાવેલ શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર આવે છે તેના મંડપમાં સુંદર કેરણવાળા તેરણે છે. આ મંદિર રાજનગરનિવાસી ભંડારીએ કરાવેલ, તેની છઠ્ઠી પેઢીએ હીરબાઈ થયા તેણે જીર્ણોદ્ધાર કરાવી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિષ્ઠા કલ્યાણસાગરસૂરિના હાથે કરાવ્યાને ઉલ્લેખ (દેરી નં. ૪૭૫, લેખ ન. ૨૫ માં) છે.
આ ચંદ્રપ્રભસ્વામીના મંદિરને અડીને પાછળ ખેંચેલું જામનગરના એસવાલ બંધુઓ વધમાન શાહ અને પદમશી શાહે સં. ૧૬૭૮ માં બંધાવેલું શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર આવે છે. તેમજ એક શ્રી સહસ્ત્રફણ પાર્શ્વનાથનું મંદિર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org