________________
[ ૨૪ ]
રાણી સહદેવીના પુત્ર સુકેશલ હતા. ગર્ભસ્થ પુત્રને ગાદી સાંપી રાજાએ દીક્ષા લીધી. ક્રમે કરીને પુત્રને ધાવમાતા ઉછેરે છે. તેની પાસેથી દીક્ષાની વાત જાણી, તેથી તેણે પિતાની પાસે દીક્ષા લીધી. માતાને પુત્રને વિયેાગ સહન ન થયેા. આર્ત્ત ધ્યાનથી મરણ પામી પહાડમાં વાઘણુ થઈ. એક વખત તે વાઘણે તેમને જોતાં રાષ ઉત્પન્ન થયા. મુનિએ મરણાન્ત ઉપસર્ગ જાણી આરાધનામાં ચઢયા. વાઘણે પુત્ર પર પહેલા હુમલેા કરી તેમને ફાડી ખાધા. મુનિ અ'તગડ કેવળી થઈ માક્ષે ગયા. તે મુનિનેા સેાનાના દાંત જોતાં વાઘણુને પૂર્વ ભવ યાદ આપ્યા. કીર્તિધર મુનિએ તે વાઘણને ઉપદેશ આપ્યા. વાઘણુ અનશન અંગીકાર કરીને દેવગતિમાં ગઈ.
૨૫. નત્રિ-વિનમિનાં પગલાં
ત્યાંથી આગળ ચાલતાં એક દેરીમાં નમિ—વિનમિનાં પગલાં આવે છે. ઋષભદેવ ભગવાન સાથે કચ્છ-મહાકચ્છ નામના ક્ષત્રિય રાજાએએ દીક્ષા લીધી. તે વખતે તેમના પુત્રા નમિ-વિનમિ બહાર ગયા હતા. આવ્યા ત્યારે ભરત મહારાજાએ રાજ્ય આપવા માંડ્યુ. પણ તે ન લેતાં પ્રભુ પાસે આવીને સેવા કરવા લાગ્યા. તે વખતે ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવે છે. તેમની ભક્તિથી પ્રસન્ન થયેલ ધરણેન્દ્ર તેમને ૧૬ હજાર વિદ્યાએ અને વૈતાઢયની દક્ષિણ-ઉત્તર શ્રેણીનું રાજ્ય આપે છે.
---
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org