________________
[ ૧૦૪ ] જે ગિરિરાજ પર વસુદેવની સ્ત્રીઓ પાંત્રીસ હજાર સાથે સિદ્ધિપદને પામી તે સિદ્ધગિરિને હું નમસ્કાર કરું છું. ૨૬ चतुःशताधिकश्चत्वारिंशच्छतैस्तु निर्वता। वैदर्भी सिद्धशैले तं, नमाम्यहं सुभावतः ।।२७।।
જે ગિરિરાજ પર પ્રદ્યુમ્નની સ્ત્રી વૈભી ચુમ્માલીશ (૪૪૦૦) સાથે નિવણ પામી તે શ્રી સિદ્ધગિરિરાજને ઉત્તમભાવથી હું નમસ્કાર કરું છું. ૨૭ एकलक्षमुनिप्रष्ठ-यशसाहित्यको मुनिः। सिद्धिगतिं वरां प्राप्त-स्तत्तीर्थं च नमाम्यहम् ॥२८॥
શ્રી ભરત ચક્રવર્તિના પુત્ર શ્રી આદિત્યયશા મુનિ એક લાખ મુનિઓના પરિવાર સાથે જે તીર્થ પર શ્રેષ્ઠ સિદ્ધિગતિને પામ્યા, તે તીર્થને હું નમસ્કાર કરું છું. ૨૮ अष्टाधिकसहस्रेण, मुनिभिर्यत्र निवृताः। श्रीबाहुबलिनः पुत्राः, सिद्धर्शत नमामि तम् ॥२६॥
જે ગિરિરાજ પર એક હજાર આઠ (૧૦૦૮) મુનિઓ સાથે બાહુબલિના પુત્ર સિદ્ધિપદ્ધ પામ્યા તે સિદ્ધગિરિને હું નમસ્કાર કરું છું. ૨૯ चतुर्दशसहनैश्च, दमितारिर्महामुनिः। शैलेशीकरणं प्राप्य, यत्र निर्वाणमाप्तवान् ॥३०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org