________________
આ
જ
[ ૮૧ ] - ૧૭. મેદીની ક-ડેમાયસહી
આગળ ચાલતાં રાજનગરના ધનાઢય વેપારી મોટો પ્રેમચંદ લવજીએ શ્રી સિદ્ધાચલ ગિરિરાજને સંઘ કાઢો હતું અને આડંબરથી ગિરિરાજ પર આવ્યા હતા. તેમને અહીં સપાટ જગ્યા દેખાતાં ટૂંક બંધાવવાની ભાવના થઈ અને ટૂંક બંધાવી. આથી આ ટૂંક મેદીની ટૂંક કહેવાય છે. આમાં દહેરાસર ૧ અને દેરીએ ૫૧ છે. આની ઉભણી નીચી છે. મૂળ દહેરાસર શ્રી ઋષભદેવ ભગવાનનું છે તે તેમનું બંધાવેલું છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૪૩માં થઈ છે. શ્રી પુંડરીકસ્વામીનું દેરાસર પણ તેમનું જ બંધાવેલું છે.
૧૮. સુરતવાળાનું દેરાસર ટૂંકમાં પેસતાં એક બાજુ સહસ્ત્રફણુ પાર્શ્વનાથનું મંદિર છે. તે સુરતના શેઠ રતનચંદ ઝવેરચંદનું બંધાવેલું છે. અને આરસપાષાણનું છે.
આ દેરાસરના રંગમંડપમાં બે ગેખલા છે, તેની કારીગરી વસ્તુપાલ-તેજપાળના આબુ ઉપર બંધાવેલા દહેરાસરમાં આવેલ દેરાણજેઠાણના ગોખલાને યાદ કરાવે તેવી છે. ગભારામાં શેઠ-શેઠાણની મૂતિઓ પણ છે. અહીંના બે ગોખલાઓ સાસૂ-વહુનાં નામનાં છે. આગળ થાંભલાઓ ઉપર ત્રણ મનહર તારણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org