________________
N
જુગારમાં દ્રૌપદીને પણ હારી ગયા. દુષ્ટ દુર્યોધને દ્રૌપદીનું શિયળ લૂંટવા ભરસભામાં તેનાં વસ્ત્રો ખેંચાવ્યા પણ શિયળના પ્રતાપે તેનું શિયળ ન લૂંટાયું. પાંડવો વનવાસ ગયા. અંતે પાંડવ-કૌરવનું યુદ્ધ થયું. કૌરને નાશ થા. પાંડ રાજ્ય ઉપર આવ્યા. ગિરિરાજને ઉદ્ધાર કરાવ્યું.
પછી આ બધા હિંસાના પાપથી નિલેપ થવા સંયમ અંગીકાર કર્યો. તેની સાથે અભિગ્રહ લીધે કે-“શ્રી નેમિનાથ ભગવાનને વંદન કર્યા પછી આહાર-પાણી કરવા” આગળ વિહાર લંબાવ્યો ત્યારે સાંભળ્યું કે-“શ્રી નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા. આથી શત્રુંજય પર આવી અનશન કર્યું અને આસો સુદ ૧૫ વીશ કોડ મુનિ સાથે મોક્ષે ગયા.
નિયાણના પ્રતાપે દ્રૌપદી દેવકમાં ગઈ. ત્યાંથી ઍવી મનુષ્યભવ પામી ક્ષે જશે.
૯ સહસ્ત્રફટ પાંડના દેરાસરની પાછળ સહસકૂટનું દેરાસર આવેલ છે. આ સહસ્ત્રકૂટ ઉપર બે બાજુએ શિલાલેખ છે. તેની સં. ૧૮૬૦ માં પ્રતિષ્ઠા થઈ છે. આ દહેરાસર સુરતવાળા ખૂબચંદ મયાભાઈ લાલચંદે બંધાવ્યું છે.
૧૦. ૧૭ જિનનો પટ્ટ આ દહેરાસરમાં એક બાજુએ એકસે સિત્તેર પ્રતિમાજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org