________________
હાલના સપ્રદાય પ્ર ૩
તથા મહાપુરુષોના ચારિત્રાને પુરાણુ નામ આપ્યું. બ્રાહ્મણામાં નૈષ્ઠિક બ્રહ્મચારી છે તેમ દિગબરોએ નૈષ્ઠિક શ્રાવક બનાવ્યા.
આચારામાં તે દિગબરાએ વૈષ્ણુવીય આચારોને ખૂબ પ્રધાનતા આપી. જૈન ધર્મમાં જેવા આચારાનુ નામ નિશાન પણ હોઈ ન શકે તેવા આચારે દિગબરાએ પ્રચલિત કર્યાં અને આજે પણ પ્રચલિત છે.
બાળક જન્મે ત્યારથી વૈષ્ણવાના જેવા સસ્કાર આપવા યજ્ઞાપવિત, કમડલુ, શ્રુત શ્રુત, શ્રીમુકિત નિષેધ, શુદ્રમુકિત નિષેધ, જૈન સિવાય ખીજાને ઘેર જૈન સાધુએ આહાર લેવાના નિષેધ, આહવનીય આદિ અગ્નિએની પૂજા, સધ્યા, તપ, આચમન વગેરે વગેરે આચાર વિચારા જૈન ધર્મના નહિ પણ વૈષ્ણવ ધર્મના પ્રતિક છે.
શ્વેતાંબર તરફના દ્વેષને લીધે શ્વેતાંબરાથી નવુ અથવા ઊલટું કરવાની ભાવનાથી દિગબરાએ ઘણા વૈષ્ણવ આચારો અપનાવી લીધા છે.
એટલે દિગંબર આચાર સાહિત્ય અપનાવવાના વિચાર કરતાં પહેલાં તેમાં જૈન આચાર કેટલા છે તે જ શાધવું જોઇશે.
માટે સત્ય મૂળ ધર્મને અનુસરવા ઈચ્છનારાએ સપ્રદાયવાદી સાહિત્યમાંની વાર્તાની ચકાસણી કરીને સત્ય જણાય તે જ માનવું.
સંપ્રદાયવાદથી દૂર રહેવુ
સંપ્રદાયની ઉત્પત્તિ અહંભાવ અને અજ્ઞાનતાથી ઉપજેલા એકાંત આગ્રહથી થયેલી છે.
સંપ્રદાય શરૂ કરનાર ગુરુ અથવા ગુરુઓએ જે વસ્તુ જે રીતે કહી, શિખવાડી કે સમજાવી તે રીતે જ તેને બરાબર સમજવી અને માનવી તે સંપ્રદાયવાદ
ગુરુએ જે કાઈ શબ્દ, વાકય કે સૂત્રના અર્થ જે રીતે કહ્યા, બતાવ્યા કે સમજાવ્યા તે અને તે રીતે જ સમજવા કે માનવા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org