________________
૫૦
મૂળ જૈન ધર્મ અને સાધુએ એવા બેટા ફરમાનને સાચું માની ચુસ્તપણે વળગી રહ્યા છે કારણ કે તેથી તેમનું અભિમાન પોષાય છે.
જૈન ધર્મ પુરુષાર્થ પ્રધાન છે એ સિદ્ધાંતને ફેરવીને પોતાના અભિમાનને અનુકૂળ બનાવવા માટે પૂર્વાચાર્યોએ જૈન ધર્મને પુરુષ પ્રધાન બનાવી દીધે!
| વિક્રમની બીજી સદીથી પૂર્વાચાર્ય–પુરુષોએ સાધ્વી-સ્ત્રીઓની કક્ષા નીચી પાડી નાખવા માટે જે અનેક નવા નિયમો દાખલ કર્યા તેમાંના કેટલાક આ પ્રમાણે છે – ૧. થયેલા દોષની આલોચના સાધ્વી પોતાના સંધની પ્રવર્તિની કે
ગુરુણ પાસે કરતી હતી. તેનો એ હક ઝુંટવી લેવામાં આવ્યો. અને સાધ્વીએ મુનિ પાસે જ આલોચના લેવી જોઈએ એમ ઠરાવવામાં આવ્યું. ધર્મપુરુષ પ્રધાન છે એમ કહી સાધ્વીની તેજસ્વીતા હરી લેવામાં આવી અને ભકિતભાવને કારણે વંદન કરતા પુરુષોને એની મનાઈ
ફરમાવવામાં આવી. ૩. સ્ત્રીપુરુષોની એકત્ર સભામાં વ્યાખ્યાન કે ઉપદેશ આપવાને પણ
સાધ્વીને હક ઝુંટવી લેવામાં આવ્યો. ૪. પાટ ઉપર બેસીને વ્યાખ્યાન આપવાની પણ સાધ્વીને મના
કરવામાં આવી. ૫. જનતાની માગણું હોય છતાં જ્યાં કોઈ મુનિ હોય ત્યાં એની
પરવાનગી વિના વ્યાખ્યાન કે ઉપદેશ ન આપી શકે એવું બંધન
નાખવામાં આવ્યું. એથી સાધ્વીની શક્તિ કચડાઈ જાય છે. ૬. ૮૦ વર્ષની કે તેથી પણ લાંબી દીક્ષા પર્યાયવાળી ચારિત્ર્યવાન
સાધ્વીને માથે પણ આજના નવા દીક્ષિતને વંદન કરવાની ફરજ નાખવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org