________________
કર
હાલના સંપ્રદાયે પ્ર. ૩
ત્રીજું મુનિ સંમેલન
ત્રીજી આગમ વાચના આર્ય વજસૂરિના સમયમાં ત્રીજી વાર ભયંકર બાર વર્ષને દુકાળ પડ્યો હતો. ત્યારે ઘણુ મુનિઓએ જ્યાં ત્યાં અનશન કરી સ્વર્ગગમન કર્યું, શ્રી વજસૂરિ પણ રાવત પર્વત પર અનશન કરી સ્વર્ગે સીધા
વ્યા હતા આ દુકાળથી શ્રમણના ઘણાં ગણે, કુળ અને વાચક વશેને વિચ્છેદ થઈ ગયો હતો. મુનિવરોની સંખ્યા બહુ નાની થઈ ગઈ હતી.
સુકાળ થતાં જ શ્રી આગમરક્ષાને પ્રશ્ન પહેલાં હાથમાં લીધો. આ સમયે શ્રી સંઘમાં વાચનાચાર્ય શ્રી નલિસરિ, યુગપ્રધાન શ્રી આરક્ષિતસૂરિ અને ગણાચાર્ય શ્રી વજસેનસૂરિ પ્રધાન પ્રભાવક હતા.
આરક્ષિતસૂરિ મા પૂર્વના જ્ઞાતા હતા તેથી શરીરવિજ્ઞાન, મતિવિજ્ઞાન અને માનવિજ્ઞાન વગેરેના ઊંડા જાણકાર હતા. તેમણે વિચાર્યું કે આ પડતો કાળ છે, બાર બાર વર્ષને દુકાળ પડવાથી શ્રુતજ્ઞાનમાં મોટે હાસ થયે છે અને હવે કદાચ ફરી વાર દુકાળ પડે તે શ્રુતજ્ઞાનને સર્વથા નાશ થશે.
વળી સંહનન બળ પણ ઘટયું છે. દરેક સૂત્રમાં ચાર અનુગે તો છે જ. એ દરેકને ધારણ કરે એવી બુદ્ધિવાળા મુનિઓ પૈડા છે. અને નવા મુનિઓને જલદી શ્રુતજ્ઞાન આપી શકાય તે પ્રબંધ થવો જોઈએ.
આર્યરક્ષિત સૂરિએ ગંભીર વિચાર કર્યો, વિદ્યમાન પ્રભાવક આચાર્યોની સંમતિ લીધી. અને સૂત્ર પાઠેને એક એક પ્રધાન અર્થ કાયમ રાખી ગૌણ અર્થોને જતા કર્યા એ રીતે દરેક આગમને નીચે પ્રમાણે ચાર અનુગમાં વહેંચી નાખ્યા–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org