________________
૩૨
મૂળ જૈન ધર્મ અને ઉપરેક્ત ત્રણેય ગ્રંથે આજે પણ વિદ્યમાન છે.
આ રીતે જિનશાસનની ઉન્નતિ કરવાવાળા કલિંગાધિપતિ મહારાજા ભિખુરાય ખારવેલ અનેકવિધ ધર્મ કાર્યો કરીને મહાવીર નિર્વાણુથી ૩૩૦ વર્ષ બાદ સ્વર્ગવાસી થયા.
ઉપરના વર્ણનમાં “જિનકક્ષની તુલના કરવાવાળા જિનકપી” અને સ્થવિરકતપી નિર્ચાને જુદા બતાવેલા છે. કારણ કે જિનક૯૫ને વિચ્છેદ ઠરાવ્યા પછી આર્ય મહાગિરિ તથા તેમના અનુયાયીઓએ જિનક૯૫ના જે કેટલાક આચાર ચાલુ રાખ્યા હતા. તેથી તેમને એ રીતે જુદા જુદા નામથી ઓળખાવેલા છે. જંબુસ્વામીના નિર્વાણ પછી તુરત જ જિનકલ્પ વિચ્છેદ ગયાની ઘોષણા કરી હતી. પણ જિનકલ્પ ચાલુ છે એમ માનવાવાળા કડકપક્ષના મુનિઓએ આ સંમેલનમાં હાજરી આપી ન હોય તે બનવા જોગ છે.
અને તેથી જ દિગંબરેએ શુતરક્ષા માટેના આ મુનિસંમેલનની નોંધ લીધી નહિ હેય.
આ સભામાં ફક્ત દષ્ટિવાદ સૂત્રના પહેલા દશ પૂર્વનું મૃત જે સ્થૂળભદ્ર પછી ચાલુ રહ્યું હતું તેના કેઈ કોઈ અશે વિસ્મૃત થયા હશે અને તે યાદ કરીને બરાબર વ્યવસ્થિત કર્યા હશે. પણ પહેલા અગીઆર અંગે વિસ્મૃત થયા નહિ હોય એમ લાગે છે. - બીજી વાત એ કે અત્યાર સુધી સર્વ શ્રત મુનિઓને મુખપાઠ જ હતું, પરંતુ આ સભામાં પહેલ વહેલું તે ભાજપત્ર તાડપત્ર વગેરે ઉપર લિપિબદ્ધ કરવામાં આવ્યું હતું. પરંતુ તેની ઝાઝી નકલ બનાવવામાં આવી હોય એમ લાગતું નથી. અને તેથી જ તે પછીના સમયમાં ફરી પાછું કૃત વિસ્મૃત થવા પામ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org