________________
४७८
મૂળ જૈન ધર્મ અને પ્રશ્ન ૧૯–ભગવાનની મૂર્તિ એ જ ભગવાન હોય તો તેમના અલંકાર પાપી લોકો કેમ ચોરી જાય છે? તેમની હજારોની રકમે લોકો હજમ કેમ કરી જાય છે ? તથા તેમની મતિ તે દુષ્ટ લોકો ખંડિત કેમ કરી નાંખે છે? વળી ભગવાન સર્વજ્ઞ છે તે તેમની મૂર્તિને જમીનમાંથી ખેદીને કેમ કાઢવી પડે? શાસન દેવે એ કાર્ય કેમ કરતા નથી?
ઉત્તર–શ્રી વીતરાગના ગુણોનું આરોપણ કરીને ભકિત માટે જડ વસ્તુની બનાવેલી મૂર્તિ જમીનમાંથી એની મેળે કેમ ન નીકળે કે તેમના અલંકારો આદિને ચેરી જતાં પાપી લોકોને શાસન દેવતા કેમ ન અટકાવે ? એ પ્રશ્ન જ ઉદ્ધતાઈ ભર્યો છે.
જડ સ્થાપનામાં એ સામર્થ્ય ક્યાંથી આવે અને શાસનદેવ હરેક પ્રસંગે આવીને ઊભા રહે એવો નિયમ ક્યાં છે ?
ભગવાન શ્રી મહાવીરદેવ વિદ્યમાન હતા તે વખતે તેમની સેવામાં લાખ દેવો હાજર રહેતા હતા છતાં મેખલીપુત્ર ગોશાલાએ તે લેશ્યા વડે ભગવાનની સમક્ષ તે બે શિષ્યોને બાળી નાખ્યા અને ભગવાનને તેથી લોહીખંડ ઝાડાને વ્યાધિ થયો તે વખતે શાસનદેવોએ કાંઈ કર્યું નહિ તેથી શું તેઓની ભક્તિમાં ફરક પડી ગયો ?
કેટલાક ભાવે એવા હેય છે કે જેને દેવતાઓ પણ ફેરવી શકતા નથી. જે કાળે જે બનવાનું હોય તે કોઈ કાળે પણ મિથ્યા થતું નથી. ખુદ તીર્થંકર મહારાજા પાસે અનેક સ્ત્રી પુરુષોએ દીક્ષા ગ્રહણ કરીને વિરોધી થયા છે, અનેક પ્રકારના પાખંડ મત સ્થાપન કર્યા છે અને ભગવાનની નિંદા કરી છે. તો શું સર્વજ્ઞ ભગવાન નહોતા જાણતા કે–આ પાખંડીઓ ચારિત્ર વિરાધશે અને મિથ્યાત્વ પ્રરૂપશે ? જાણતા જ હતા છતાં કેમ દીક્ષા આપી ? એજ માટે કે તેવા ભાવિભાવ આદિને પણ એ તારકો જાણતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org