________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
૫. તે જ ગ્રંથમાં લખ્યું છે કે—રાવણે શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ સામે બહુરૂપિણી વિદ્યા સાધી અને તે સિદ્ધ થઈ ગઈ.
પ્રશ્ન ૧૮—કાઈ વિધવા પેાતાના મરણ પામેલા પતિની મૂર્તિ બનાવી પૂજા સેવા કરે તે શું તેથી તેને કામની શાંતિ કે પુત્રની ઉત્પત્તિ થાય ? ન થાય. તે પછી પરમાત્માની શાંત મૂર્તિથી પણ શું ફાયદો થવાને
४७७
ઉત્તર—આ એક કુતર્ક છે. તેના ઉત્તર તેવી જ રીતે આપવે! જોઇ એ.
પતિના મરણ બાદ તેની સ્ત્રી એક આસન પર બેસી હાથમાં જપ માળા લઈ પતિના નામના જપ કરે તે। શું તે સ્ત્રીની ઇચ્છા પૂરી થશે અથવા તેને સતાનની પ્રાપ્તિ થશે ? નહિ જ.
તેા પછી પ્રભુના નામની જપ માળા ગણવી પણ તમારા હિસાબે નિરક સિદ્ધ થશે. પ્રભુના નામથી કાંઇ પણ લાભ ન થાય એમ કાઈ પણ કહી શકે તેમ નથી,
ઊલટુ, તે જ વિધવા સ્ત્રીને પતિનુ નામ સાંભળવાથી જે આનંદ અને સ્મરણ આદિ થશે તેના કરતાં બમણા આનંદ અને સ્મરણ આદિ તેની મૂર્તિ કે ચિત્ર જોવાથી થશે, તેથી નામ કરતાં મૂર્તિ માં વિશેષ ગુણ રહેલેા જ છે.
જે પુરુષે અમુક માણસને પ્રત્યક્ષ જોયા નથી, માત્ર નામ જ સાંભળ્યું છે તે પુરુષની પાસે થઈ ને પણુ કાઇ વખત તે માણસ નીકળશે તે પણ ઓળખી નહિ જ શકે. પરંતુ જેણે તે માણસની છંખી જોઈ હશે તે તે તુરત જ ઓળખી લેશે કે “ આ અમુક માણસ છે. ” આથી પણ સિદ્ધ થાય છે કે પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ ઓળખવા માટે નામ જેટલુ ઉપયાગી છે. તેના કરતાં મૂર્તિ અથવા આકાર વિશેષ ઉપયેાગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org