________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૬
અહીં કોઈ પ્રશ્ન કરે કે–સંસાર પર રાગ ઘટાડ્યો અને પ્રભુ પર વધાર્યો તો પણ રાગ તે કાયમ રહ્યો ને ? જ્યાં સુધી રાગદ્વેષ રહિત ન બનાય ત્યાં સુધી મુક્તિ કેવી રીતે મળે ?
આ પ્રશ્ન પણ સમજણ વિનાને છે. સર્વથા રાગરહિત થવાની શકિત ન આવે ત્યાં સુધી પ્રભુ પર રાગ કેળવવાથી સંસારના અશુભ રાગથી અને તેનાથી બંધાતા ખેટા કર્મથી બચી જવાય છે. ઘરમાં બેઠાં અનેક પ્રકારની વૈભાવિક વર્તુણુંક થાય છે, તેટલી જિનમંદિરમાં થઈ શકતી નથી.
પ્રભુની શાંત મૂર્તિના દર્શનથી અને તેમના ગુણગ્રામમાં લીન થવાથી ચિત્તમાં દુષ્ટ ભાવ તથા દુવિચારે ટકી શકતા નથી. એટલું જ નહિ પણ તેને દૂર હઠાવવાનું એક પરમ સાધન મળી જાય છે. જ્યાં સુધી પૂર્ણ વિશુદ્ધિ થઈ નથી ત્યાં સુધી જીવને ઊંચે ચઢવાને આ એક ઉત્કૃષ્ટ માગે છે. જેઓ આ માર્ગને માનતા નથી પણ પિતાને પૂરા વિશુદ્ધ થએલા માની સમભાવને ધારણ કરનારા ગણે છે તેઓને પૂછવાનું કે–
જે તમે ખરેખર જ રાગરહિત છો તો પછી તમે તમારા ગુરુ અગર અન્ય નેતાઓનું બહુમાન કરી તેમના ઉપર રાગ કેમ રાખે છે? તેમના આહાર, વસ્ત્ર અને પાત્ર આદિ વડે ભક્તિ સન્માન આદિ કેમ કરે છે? તે શું રામરહિતપણાનું ચિન્હ છે?
સમભાવમાં લીન રહેનારને સદા સામાયિક છે (એમ કહે છે) તે પછી ગુરુ પાસે જઈ સામાયિક અને પ્રતિક્રમણ આદિ કરવાનું શું પ્રયોજન છે? પિતાના ધર્મનું મંડન અને અન્યના ધર્મનું ખંડન તથા એ માટે પુસ્તકો છપાવવા કે ભાષણ આપવા એ શું સમભાવનાં કાર્યો છે ?
૩૦ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org