________________
મૂળ જૈન ધર્મ અને
થાય છે. અને સ્થિર થયેલા મનમાં સંસારની અસારતા આદિકનું ભાન સહેલાઈથી કરાવી શકાય છે.
સુખદુઃખમાં જ્યાં સુધી સમાનભાવ નથી આવ્યો ત્યાં સુધી મોટા યોગરાજની જેમ નિરાલંબન ખાનની વાતો કરવી નિરર્થક છે.
જે વખતે તે તે સમભાવવાળી સ્થિતિ આવશે તે વખતે આલંબન પિતાની મેળે છૂટી જશે.
શ્રી જૈન ધર્મના મર્મને જાણનાર પૂર્વાચાર્ય મહર્ષિઓએ દરેક જીવોને પિતતાના ગુણસ્થાનક મુજબ ક્રિયા અંગીકાર કરવાનું ફરમાવ્યું છે. વર્તમાનમાં કોઈ પણ જીવ સાતમા ગુણસ્થાન ઉપરાંત ચડી શકતો નથી. સાતમા ગુણસ્થાનકને કુલ સમય એકત્ર કરતાં તેનો સરવાળે એક અંતમુહૂર્તથી અધિક બનતો નથી. તેથી મુખ્ય રીતે ઊંચામાં ઊંચું છઠું જ ગુણઠાણું વર્તમાનના જીવોને સમજવાનું છે.
છઠું ગુણસ્થાનક પ્રમાદવાળું હોવાથી તે ગુણસ્થાનકે રહેલે જીવ પણ નિરાલંબન ધ્યાન કરવાને અશક્ત છે. આમ છતાં જેઓ છઠા ગુણસ્થાનકની હદે પણ પહોંચ્યા નથી અને અનેક સાંસારિક ખટપટમાં રચ્યાપચ્યા રહેલા છે. તેઓ નિરાલંબન ધ્યાનની વાતોથી દેખાવ કરે તે કેવળ આડંબર સ્વરૂપ છે.
શ્રાવક ચોથે પાંચમે ગુણસ્થાનકે હેવાથી દ્રવ્યભાવ બન્ને પ્રકારની પૂજા કરવાના અધિકારી છે. (દ્રવ્ય પૂજા નિરવધ જ હોવી જોઈએ-ન. મિ. શેઠ) ત્યારે તેનાથી ઊંચે એટલે છઠે ગુણુ સ્થાનકે હોવાથી મુનિ માત્ર ભાવ પૂજાના અધિકારી છે.
ગુણસ્થાનકની ઊંચી દશાએ પહોંચતાં ક્રિયામાં ફેરફાર થતો જાય છે પગથી છેડી એકદમ કુદકો મારી મેડા ઉપર ચડવાને અવિચારી પ્રયત્ન કરવાથી મેડે તે ઘણો દૂર રહી જાય છે પણ ઊલટ હેઠ પડવાથી વધારામાં હાથપગને તોડનાર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org