________________
४४८
મૂળ જૈન ધર્મ અને ઉપાય તે સરસ છે પણ જીવની વર્તમાન પ્રાથમિક અવસ્થામાં તેમ કરવા તે બિલકુલ અસમર્થ હોય છે.
વાતને સમજવી સહેલી છે પણ એ વાતને કાર્યરૂપમાં મૂકવાનું જ અઘરૂં છે, કઠિન છે. સમજવામાં અને શ્રદ્ધા કરવામાં બહુ સમય નથી લાગતો પણ તેને પૂરું કરવામાં લાંબો સમય જોઈએ છે. હાલની નિકૃષ્ટ અવસ્થામાં પણ થઈ શકે અને પિતાની શકિત ઉપરવટનો ન હોય એ ઉપાય હોવો જોઈએ.
તેથી હવે બીજા ઉપાયને વિચાર કરીએ.
બીજો ઉપાય-કુટુંબ સંબંધી ચિંતાઓ સહિત કુટુંબના વાતાવરણમાં રહીને, ધન પાર્જનની ચિંતાઓ સહિત ધંધામાં રહીને, શરીર સંબંધી ચિંતાઓ સહિત શરીરની સેવામાં સંલગ્ન રહીને પણ વિકલ્પોથી અને વ્યાકુળતાઓથી બચવાનો પ્રયાસ કરવા છતાં પણ બચી શકાતું નથી. એવી પ્રાથમિક અવસ્થા છે તેથી હવે થોડા વખત માટે પણ વાતાવરણ બદલવું જોઈએ. તે કેવા વાતાવરણમાં જવું? મંદિરની અનુકૂળતા
વાતાવરણ એવું હોવું જોઈએ કે ત્યાં જઈને વિક૯૫ ઉત્પન્ન થાય તો તે વીતરાગના સંબંધી જ હોય, શાંતિ સંબંધી જ હેય. અને શાંતિના આદર્શ જીવિત દેવ અથવા તેમની પ્રતિમાનું શરણ મળવાનું પ્રયોજન સિદ્ધ થઈ જાય.
વર્તમાનમાં જીવિત દેવ તે મળી શકે તેમ નથી. એટલે તેમની પ્રતિમાથી જ લાભ ઉઠાવવો જોઈએ. પ્રતિમા ઘેર પણ રાખી શકાય. પરંતુ ઘરનું વાતાવરણ જોઈએ તેવું અનુકૂળ થઈ શકે નહિ. તેથી મંદિરમાં જ શાંતિદેવનું શરણ લેવું એ જ શ્રેયસ્કર છે.
વિકલ્પનું શમન કરવા જેટલું પૂરતું બળ હોય તો તે મંદિરની પણ આવશ્યક્તા નથી. પરંતુ અનુભવથી જાણીએ છીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org