________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૫
૪૪૧
કાલ્પનિક સ્ત્રી ઉપર ! શેખચલ્લીની જ વાત ન સમજતા. ખરેખર આપણે બધા જ શેખચલ્લી છીએ.
- સવારથી સાંજ સુધી આપણે પણ શેખચલ્લીની પેઠે જ કલ્પના કર્યા કરીએ છીએ. “પુત્ર થશે. તેના વિવાહ કરીશ, સુંદર વહુ ઘરમાં આવશે. તેને દીકરે થશે. મારા ખોળામાં બેસીને ખેલશે. તેતડું તોતડું બોલવા લાગશે. થોડો મોટો થશે એટલે “દાદાજી” કહીને બોલાવશે વગેરે.”
આ બધી શેખચલ્લીની કલ્પનાઓ નહિ તે શું છે ? છતાં આનંદ એવો આવે છે કે જાણે એ બધું નજરે જોતા હોઈએ.
એક વ્યભિચારી ફકત કલ્પનાના આધાર પર તેની પ્રેમિકાના ઘર પર પહોંચી જાય છે અને પ્રેમથી તેના અંગને સ્પર્શ કરીને કલ્પનામાં જ તેની સાથે વ્યભિચાર સેવે છે. એ પણ શેખચલ્લીની જ કલ્પના નહિ તો શું છે ? છતાં આનંદ એ આવે છે કે જાણે સાક્ષાત્ પ્રેમિકાને જ સ્પર્શ કરી રહ્યો હોય
આવી જ રીતે અનેક પ્રકારની રાગવર્ધક કલ્પનાઓ કરી કરીને નિત્ય નિત્ય કદી હર્ષ તો કદી વિષાદને અનુભવ કર્યા કરીએ છીએ. આવું થાય છે એ સૌને અનુભવ હોય છે, પ્રતીતિ હોય છે.
તે પછી એ સત્ય પ્રત્યે નકાર શા માટે? પ્રતિમાનો પ્રભાવ અને કલ્પનાઓની શકિત પ્રત્યે આજે નકાર (ઇનકાર) તારામાં વતી રહ્યો છે તેની પાછળ કઈ પક્ષપાત છપાઈ બેઠેલ છે. કેઈ સંપ્રદાય પોકારી રહેલ છે. તે સાંપ્રદાયિક નહિ પણ એક વૈજ્ઞાનિક બનીને નીકળ્યો છે તો પક્ષપાતને ધોઈ નાખ, અને આ મેનેવિજ્ઞાનથી લાભ ઉઠાવ.
આજ સુધી મને વિજ્ઞાનને બીજી દિશામાં પ્રયોગ કરતો રહ્યો છે. હવે એ પ્રયોગ આ દિશામાં કર. જે તને સાક્ષાત દેવના દર્શન થાય છે. આજ સુધી વૈજ્ઞાનિક બનીને દર્શન કર્યા નથી પણ સાંપ્રદાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org