________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫
૪૩૯
ટાંગવાથી શોભા કરી શકાય છે પણ તેમ નહિ કરતાં પિતાની ખાસ પસંદગી રચિ પ્રમાણેના જ ચિત્તે કેમ ટાંગવામાં આવે છે?
આ સર્વ દષ્ટાંતો ઉપરથી જડ ચિત્રને માણસના મન ઉપર કે મોટો પ્રભાવ પડે છે એ વાત સ્પષ્ટ સમજાઈ જાય છે. એવી જ રીતે દેવનું ચિત્ર જોઈને સ્વાભાવિક રીતે જ માણસના મન ઉપર તે ચિત્રને કેઈ અતિીય પ્રભાવ પડે છે.
અને જ્યારે એ ચિત્રમાં આપણી પોતાની વિશેષ કલ્પનાઓ ઉમેરવામાં આવે, કલ્પનાનું તેમાં આરોપણ કરવામાં આવે ત્યારે તે પ્રભાવમાં અનેક ગણું વૃદ્ધિ થઈ જાય છે.
થોડા સૂતરના ધાગાઓથી બનેલી આપણું દેશની ધ્વજાને ઊંચે લહેરાતી જોઈને દરેક દેશજન પ્રસન્ન થઈ જાય છે અને એ નાનકડા વસ્ત્રના ટુકડાને કોઈ અપમાનિત કરે કેધ આવી જાય છે તે શા માટે ?
જ્યાં સાક્ષાત વેદન જોઈ શકાય છે ત્યાં તેને ઇનકાર કેમ કરી શકાય ?
એનું કારણ એ છે કે ધ્વજાનું કપડું કાપડની દુકાનમાં હતું ત્યાં સુધી તે તે સામાન્ય કપડું જ હતું. પણ ધ્વજા બનાવ્યા પછી તો તે આપણી કલ્પનાઓને આધાર થવાથી તે સાધારણું વસ્ત્ર નહિ રહેતાં તે બની ગઈ દેશની લાજ ! એ શક્તિ એ જડ વસ્ત્રમાં નથી પણ આપણું કલ્પનામાં એ શક્તિ છે.
એ જ રીતે પાષાણ કે લાકડાના ટુકડા આદિમાં પણ દેવની કલ્પના કરવાથી એવી જાતના ભાવ ઉત્પન્ન થાય છે કે જેવા ભાવ જીવિત દેવને જેવાથી પણ થાય. અને એ પત્થર કે લાકડાનો ટુકડો દેવની આકૃતિને અનુરૂપ જ હોય તો પછી સેનામાં સુગંધ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW