________________
૪૦૨
મૂળ જૈન ધર્મ અને જેનું ચિત્ર જોવામાં આવે છે તેના ચારે નિક્ષેપ મનની સાથે ખડા થઈ જાય છે.
જે એમ ન થતું હોય તો શ્રી ઋષભદેવ સ્વામીની પ્રતિમા જોતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ થઈ જવું જોઈએ. કારણ કે બન્નેને ભાવ નિક્ષેપે એકસરખો હોવા છતાં એક તીર્થંકરની મૂર્તિ જેવાથી અન્ય તીર્થકરને બોધ થતું નથી. તેનું કારણ એ મૂર્તિની સાથે જોડાએલા અન્ય નિક્ષેપાઓ સિવાય બીજું શું છે?
કોઈના ગુરુનું નામ રામચંદ્ર છે અને તે નામના સંસારમાં લાખ પુરુષ વિદ્યમાન છે. ગુરુના નામવાળા “રામચંદ્ર” એવા અક્ષરોમાં ગુરુના આકારનું કોઈ પણ ચિહ તે છે જ નહિ. છતાં કહેશે કે રામચંદ્ર શબ્દથી માત્ર ગુરૂનું જ સ્મરણ અને ગુરુને જ નમસ્કાર થયો પણ બીજાને નહિ તે કહેવું પડશે કે રામચંદ્ર નામના પિતાના ગુરુને જ નમસ્કાર કરવા માટે ગુરુની આકૃતિ આદિને મનમાં સ્થાપન કરેલી જ હશે.
આ રીતે પ્રયપણે કે પક્ષપણે સ્થાપના નિક્ષેપ બળાત્કારે પણ ગળામાં આવી જ પડે છે.
સ્થાપના પૂજનીય હેવા માટે
શંકા અહીં જે એવી શંકા થાય કે–સ્થાપના નિર્જીવ હોવાથી કાર્યસાધક અને પૂજનીય કેમ બને?
સમાધાન તેનું સમાધાન એ છે કે–નિર્જીવ વસ્તુ માત્ર જે નિરર્થક અને અપૂજનીય હોય તો શ્રી સમવાયાંગ, શ્રી દશાશ્રુતસ્કંધ, શ્રી દશવૈકાલિક આદિ સૂત્રોમાં ફરમાવ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org