________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૩
૩૯૭
(૨) અથવા તેજ પૂજ્ય કે પ્રિયના નામથી તેમની તારીફ કે પ્રશંસા
કરે તે રાજી થતા નથી ? અવશ્ય થાય છે તેથી નામ નિક્ષેપ
નકામો છે એમ કહેનાર ખોટો છે. એ જ રીતે (૩) પિતાના પૂજય આદિની પ્રતિકૃતિ કે છબીને કોઈ દુષ્ટ આચારવાળી
સ્ત્રી આદિની સાથે રાખી તેના ઉપરથી કુચેષ્ટાવાળી છબી ઉતરાવી લઈ કોઈ નાલાયક માણસ સ્થળે સ્થળે અવર્ણવાદ બોલે તો તેની મૂર્તિ નહિ માનનારાઓને પણ શું ક્રોધ નહિ ચઢે ? અવશ્ય ચડશે.
માટે સ્થાપના નિક્ષેપ પણ નકામો છે એ વાત ખેટી છે. (૪) નામ અને સ્થાપનાની જેમ પિતાના પૂજ્ય આદિની પૂર્વાવર
અવસ્થાની બુરાઈ કે ભલાઈ સાંભળવાથી રોષ કે આનંદ પેદા થાય છે.
અને પૂજ્યના સાક્ષાત અવર્ણવાદ અને અપશબ્દ સાંભળવાથી પણ તેના રાગી લેક અવસ્ય દુઃખ પામે છે તથા પ્રશંસા સાંભળવાથી સુખ પણ પામે છે.
તેથી ચારે ય નિક્ષેપામાં પૃથક પૃથકપણે અસર નિપજવવાની શક્તિ પ્રગટપણે રહેલી છે એમ સ્પષ્ટ થાય છે.
નામ નિક્ષેપ કઈ પણ વસ્તુના સંકેત કરેલા નામને ઉચ્ચારણથી તે વસ્તુનો બંધ કરાવે તે નામ નિક્ષેપાને વિષય છે.
શ્રી ઋષભદેવ આદિક ચોવીશ તીર્થકરોના નામ તેઓનાં માતાપિતાએ જન્મ વખતે પાડેલા હેય છે. તે નામનું કારણ તેમના ગુણો નથી, પણ માત્ર ઓળખવાને સંકેત છે. નામ પાડવામાં જે ગુણ એજ કારણ હોય તે બધા તીર્થકરો સમાન ગુણુવાળા હોવાથી બધાનું એકજ નામ પડવું જોઈતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org