________________
૩૯૬
મૂળ જૈન ધર્મ અને
જિનનામ કર્મ બાંધ્યું હોય એવા શ્રી જિનેશ્વર દેવને જીવ તે દ્રવ્ય જિન અને
સમવસરણમાં ધર્મોપદેશ આપવા માટે વિરાજમાન સાક્ષાત શ્રી જિનેશ્વર દેવ તે ભાવ જિન,
આ ચાર નિક્ષેપાના અભાવે કઈ પણ વસ્તુનું વસ્તુપણું સિદ્ધ થઈ શકે નહિ. દરેક દ્રવ્યમાં ચાર નિક્ષેપ સાથે જ હોય
જેનું નામ ન હોય તેની આકૃતિ પણ કોઈ પ્રકારે બની શકે નહિ. જેનું નામ કે આકાર ઉભય ન હોય તેની પૂર્વી પર અવસ્થા અને વર્તમાન અવસ્થારૂપ પર્યાયના આધારભૂત દ્રવ્ય પણ હોય નહિ અને
જ્યાં નામ, સ્થાપના કે દ્રવ્ય ત્રણેને અભાવ હોય ત્યાં વસ્તુને ભાવ કે ગુણ હોય જ ક્યાંથી ?
એટલે દ્રવ્યાદિક ત્રણે નિક્ષેપાને માન્યા સિવાય કેવળ ભાવ નિક્ષેપાને માનવાની વાત એ શશાંગવત્ કપિત છે.
ભાવનું સાક્ષાત ભાન કરાવનાર એકલો ભાવ નથી. પરંતુ તેનું નામ, આકાર અને પૂર્વાપર અવસ્થા એ સઘળું મળીને જ કોઈ પણ પદાર્થના ભાવને નિશ્ચિત બોધ કરાવે છે.
ટિપત છે.
ભાવ નિક્ષેપાને જ માનનારાના
વર્તનમાં વિરોધ ફક્ત ભાવ નિક્ષેપાને માનીને જેઓ નામ વિગેરે નિક્ષેપાને માનવાની ના પાડે છે તેઓએ સમજવાનું કે(૧) કોઈ દુષ્ટ પુરૂષ આપણું પૂજ્ય કે પ્રિય વ્યક્તિનું નામ લઈને
નિંદા કરે, ગાળો આપે કે તિરસ્કાર કરે તે શું ગુસ્સો થતું નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org