________________
उ७०
મૂળ જૈન ધર્મ અને પડિકકમણું બિનવ્રત ન કર, પચ્ચખાણઈ કિમ આગાર ધરઈ. ૧૭ ટાલઈ અસંયતી નઈ દાન, ભાવ પૂજા થી રૂડ ઉ જ્ઞા ન, દ્રવ્યપૂજા નવિકહિ જિનરાજ, ધર્મ નામઈ હિંસાઈ અકાજ. ૧૮ સૂત્ર બત્રીશ સાચા સદ્દસ્થા, સમતા ભાવે સાધુ કહ્યા, સિરિ લંકાનો સાચો ધર્મ,
ભ્રમે પડિયા ન લહંઈ મર્મ. ૧૯ આ ઉપરથી સમજી શકાય છે કે સં. ૧૫૬૦માં શ્રી પાર્ધચંદ્ર સૂરિએ બત્રીશ સૂના ટબા કરીને લોકાગચ્છને આપ્યા પછી યતિઓએ લોકશાહની મૂળ માન્યતામાં કેટલાક સુધારો કર્યો હતો. પણ તે પહેલાંની લંકાશાહની માન્યતા તે ઉપર કહી તે પ્રમાણે તદ્દન ધર્મ વિરુદ્ધની જ હતી.
તે સુધારો ઉપરની ચોપાઈ અનુસાર આ પ્રમાણે હત–સામાયિક એક વાર, (બે વાર નહિ), પૌષધ પર્વના દિવસે, પ્રતિક્રમણ વ્રતધારી શ્રાવક જ કરે, પ્રત્યાખ્યાન આગાર વિના લેવા, દાન અસંયમીને નહિ પણ ફક્ત સંયમીને જ દેવું, દ્રવ્યપૂજા નહિ પણ ભાવ પૂજા કરવી, બત્રીશ સૂાને માનવા અને સમતાભાવવાળા હોય તે જ સાધુ હોઈ શકે ઈત્યાદિ માન્યતાઓ નવેસરથી ઘડી હતી.
લોકાશાહે તે ક્રોધમાં સામાયિક વગેરે ક્રિયાનો વિરોધ કરેલો હતે. પણ પાછળથી યતિઓને સમજાયું હશે કે આ વિરોધ ઠીક નથી તેથી તેઓએ સુધારો કર્યો હશે, અને તે પછી પણ આતે આતે વિશેષ સુધારો થતો ગયો અને આજે તે તે સર્વ ક્રિયાઓ મૂળ સૂત્રાનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org