________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
૩૬૫
મુસલમાન લહિયા જે મુસલમાનના પુસ્તકો લખવાનું કામ કરતા હતા તે ત્યાંથી નીકળ્યા અને તે લોકાશાહના મિત્ર હેવાથી તેને બોલાવ્યા.
ત્યારે લોકશાહે ક્રોધમાં પિતાની વરાળ કાઢી હશે અને તે મુસલમાને તે વખતે પોતાની નાસ્તિક માન્યતાની વાત કરી હશે. ક્રોધ વખતે માણસને સત્ય વાત સૂઝતી નથી. તે અનુસાર લેકશાહને તે મુસલમાનની વાત ઠીક લાગી હશે એટલે કે અગ્નિમાં ઘી હોમવા જેવું થયું હશે, તેથી લોકાશાહને કેધ યતિઓ તેમજ સૂત્ર અને ધર્મ ક્રિયા તરફ વૃદ્ધિ પામ્યો હશે અને તેથી તેમણે તે સર્વને બહિષ્કાર કરવાને * નિશ્ચય કર્યો હશે એમ સર્વ પ્રાચીન લેખકોનું અનુમાન છે.
વીર વંશાવલીમાં ઉલ્લેખ છે કે-“લંકાશાહ યતિઓના ઉપાશ્રામાં લહિયાનું કામ કરતા હતા. તેની મજુરીના પૈસા શ્રાવક જ્ઞાન ખાતામાંથી આપતા હતા. એક વખતે પુસ્તકની લખાઇના પૈસા આપી દેતાં સાડા સતર દોકડા બાકી રહ્યા. તેથી શ્રાવકો અને કાશાહ વચ્ચે આપસમાં તકરાર પેદા થઇ.
“લોકાશાહ યતિઓની પાસે ગયા. યતિઓએ કહ્યું કે—લું કા! અમે તો પૈસા રાખતા નથી. માટે શ્રાવકોથી તમારો હિસાબ કરી લી. એ સાંભળી લોકોને ગુસ્સો આવ્યો અને તે સાધુઓની નિંદા, કરતા કરતા એક હાટ ઉપર આવીને બેઠા.
ત્યાં એક મુસલમાન લહિયે મુસલમાનોના પુસ્તકો લખતે હતા અને લોકશાહનો મિત્ર હતા તે ત્યાંથી નીકળ્યો. તેણે લોકાશાહને પૂછ્યું કે—હે શાહ કા તારા કપાળ પર શું છે?
લોકાશાહે કહ્યું કે–મંદિરને સ્તંભ (તિલક) છે.”
“તે વખતે સૈયદે લોકશાહને નારિતક્તાનો ઉપદેશ આપ્યો. તેથી લોકાશાહની બુદ્ધિમાં વિકાર થયો. ત્યાર બાદ તેણે સૈયદની સંગતિથી જૈન ધર્મની બધી ક્રિયાઓને લોપ કરી પિતાને ને મત કાઢશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org