________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
૩૫૯
સ્થાનકવાસીઓમાં બત્રીસ સૂત્રોની માન્યતા કેમ પ્રસરી?
સ્થાનકવાસીઓ આજે બત્રીશ સૂત્ર માને છે અને જે કાશાહે બત્રીશ સૂની નકલ કરી નહોતી તે સ્થાનકવાસીઓમાં બત્રીશ સૂની માન્યતા પ્રસરી કેવી રીતે? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તેને ઉત્તર આ પ્રમાણે છે. - લંકાશાહ તે સૂત્રને જ માનતા નહોતા. લોકશાહે સૂત્રોને તેમ જ સામાયિક વગેરે ધાર્મિક ક્રિયાઓનો તથા દાન અને પૂજાને પણ વિરોધ કર્યો હતે એ વાત એકેએક પ્રાચીન લેખક સ્પષ્ટ રીતે જણાવે છે.
જ્યારે કાશાહ સૂત્રનો જ વિરોધ કરતા હોય ત્યારે તેઓ સૂત્ર લખીને પિતાની પાસે રાખે એ વાત બની જ શકે નહિ.
વળી લોકશાહમાં અર્ધમાગધી ભાષાનું કે સંસ્કૃત ભાષાનું જ્ઞાન હતું જ નહિ. તેથી પણ તેઓ સૂત્ર લખીને તેમની પાસે રાખે તેમ બને જ નહિ. અને એ સ્થિતિમાં લોકશાહે બત્રીશ સૂ માન્ય કર્યા હતા એમ કહેવું તે પણ સદંતર જૂઠાણું જ કહેવાય.
પરંતુ બત્રીસ સૂત્રોની માન્યતા ઉપસ્થિત થવાનું કારણ આ પ્રમાણે છે –
પાર્ધચંદ્રસૂરિ તપાગચ્છથી અલગ થયા ત્યારે લોકાશાહ તે વિદ્યમાન નહોતા. પણ તેમના અનુયાયીઓએ આ તકનો સારો લાભ લીધો. તેમણે શ્રી પાર્ધચંદ્રસૂરિની પાસે જઈને તેમને પ્રાર્થના કરી કે– અમારા માટે જૈન સૂત્રોના અર્થ ગુજરાતી ભાષામાં કરી આપે તે અમારા ઉપર ઘણો મોટો ઉપકાર થશે.
પાર્ધચંદ્રસૂરિને એટલી તો ખબર હતી જ કે આ લોકો જૈનાગમના વિરોધી છે. તેથી તેમણે ત્રણ શરતે સૂત્રેના અનુવાદ કરી આપવાનું કબૂલ કર્યું. તે ત્રણ શરતો આ પ્રમાણે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org