________________
૩૫૬
મૂળ જૈન ધર્મ અને પણ બુદ્ધિમાન હેત તે તેમણે સૂત્રો તેમજ ધાર્મિક ક્રિયા વગેરેને નિષેધ કર્યો નહેતા,
લીંબડી (રાષ્ટ્ર)માં ઉછરેલા હોવાથી અને અમદાવાદમાં જીવન વિતાવેલું હોવાથી લોકાશાહને ગુજરાતી ભાષાનું જ્ઞાન તે જરૂર હતું જ. પણ લહિયા તરીકે દેવનાગરી અને જૈન લિપિનું જ્ઞાન જરૂર જોઈએ. તે જ્ઞાન તેમનામાં નહતું તેથી અમદાવાદમાં આવ્યા પછી, યતિ કેશવજીએ તેમની પાઇમાં લખ્યું છે તેમ, લોકશાહે જેન લિપિ જ્ઞાન યતિ જ્ઞાન સાગરજી પાસેથી મેળવ્યું હતું. અને તે પછી લહિયા તરીકેનું કામ શરૂ કર્યું હતું.
લહિયાનું કામ એ જ્ઞાન કે વિદ્વત્તાની નિશાની નથી.'
જંદગીભર લહિયાનું કામ કરનારા પણ કોઈ જ્ઞાની કે વિદ્વાન થઈ શક્યા નથી. એટલું જ નહિ પણ લહિયાઓએ જ્ઞાનના અભાવે સૂત્રમાં ઘણીવાર ખોટા શબ્દો લખી નાખ્યાના દાખલા જાણીતા છે.
વળી સ્થાનકવાસીઓ લોકશાહના સુંદર અક્ષર માટે ખૂબ પ્રશંસા કરે છે. સુંદર અક્ષર એ પણ જ્ઞાન કે વિદ્વત્તાની નિશાની નથી. લહિયાના અક્ષર સારા તે હવા જ જોઈએ. કારણકે નહિતર કઈ તેની પાસે પુસ્તક લખાવે જ નહિ. પરંતુ લોકશાહના અક્ષર માટે આજે જે વધુ પડતી પ્રશંસા કરવામાં આવે છે તેવું કોઈ પણ પ્રાચીન લેખકે જણાવ્યું નથી.
તેવી જ રીતે કોઈ પણ પ્રાચીન લેખકે લોંકાશાહના જ્ઞાન કે વિદ્વત્તા માટે પણ કશું ય લખ્યું નથી. એથી સિદ્ધ થાય છે કે લડાશાહમાં કંઈ પણ અસાધારણ પાન કે વિદ્વતા નહતા.
આજના સ્થા. લેખકે કે પ્રવચનકારે જે રીતે લેકશાહને મહાવિદ્વાન તરીકે ઓળખાવે છે તે એક તેમની મનઘડંત નવી ઉપજાવેલી વાત છે. મહાવિદ્વાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org