________________
૩૪૨
મૂળ જૈન ધર્મ અને (૨) શ્રી અલખ ઋષિજીના શાસ્ત્રોદ્ધાર મીમાંસામાં ઉલેખ. (૩) વા. મે. શાહની ઐતિહાસિક નેધ. (૪) મુનિશ્રી મણીલાલજીના પુસ્તક–પ્રભુવીર પટ્ટાવલીમાં લોંકાશાહનું
જીવનચરિત્ર. (૫) સંતબાલજીનું ધર્મપ્રાણ લોકાશાહ પુસ્તક.
ઉપરના પાંચેય લેખકોએ તેમના પુસ્તકોમાં પહેલી વાત તો એ કબૂલ કરી છે કે તેમની કોઈની પાસે લોકાશાહ સંબંધી કોઈ ઐતિહાસિક આધાર નથી. પણ તેઓએ ફક્ત કિવદંતીઓ ઉપરથી કલ્પિત વાત લખાયેલી છે !
ભલા જે તમારી પાસે ઐતિહાસિક પ્રમાણ નથી તો પછી સાંભળેલી કે અનુમાનથી બેટી વાત ફેલાવવામાં શું ફાયદો? શું સત્ય લાંબો વખત છુપું રહી શકે છે? નહિ જ. - આ પાંચ લેખકોમાં ય મુનિશ્રી જેઠમલજી સૌથી પ્રાચીન છે. મુનિશ્રી જેઠમલજીએ સં. ૧૮૬પમાં સમતિસાર પુસ્તક લખ્યું તેમાં તેમણે પહેલવહેલો લોંકાશાહના નામનો ઉલ્લેખ કર્યો. ત્યાં સુધી તો લોકાશાહને કોઈ જાણતું જ નહોતું. તેમ ત્યાં સુધી સ્થાનકવાસીઓ પિતાને લોકશાહના અનુયાયી પણ કહેવડાવતા નહોતા.
ત્યાં સુધી તો સ્થાનકવાસીઓ અને લોકાગચ્છી યતિઓ વચ્ચે ભારે દુશ્મનાવટ હતી. કારણ કે લંકાગચ્છના યતિઓથી મુનિશ્રી ધર્મસિંહજી તથા મુનિશ્રી લવજી ઋષિ છૂટા પડેલા હતા અને તેમણે સાધુધર્મને ક્રિોદ્ધાર કર્યો હતો. તેથી દુશ્મનાવટને લીધે તેઓ લોં કા શાહના અનુયાયી કહેવડાવવા પણ ઈચ્છતા નહતા.
લોકાગચ્છના અનુયાયી લોકાગચ્છી કહેવાતા અને મુનિશ્રી ધર્મસિંહ તથા લવજી ઋષિના અનુયાયીઓ શરૂઆતમાં હૃત્યિા કહેવાવા લાગ્યા અને તે પછી લાંબે વખતે તેમણે સ્થાનકવાસી નામ ધારણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org