________________
મૂળ જૈન ધર્મો અને શ્રી જંબ્રૂસ્વામી સુધી જિનકલ્પ કે સ્થવિર કલ્પનાં જુદાં ખાસ નામે નહાતા. પરંતુ તે પછી પાંચમા આરાના કાળના પ્રભાવથી શરીર શક્તિ ઘટવાથી ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવામાં સાધુએ અશકત થવા લાગ્યા. એવા શિથિલ અથવા અશકત સાધુઓએ ઉત્કૃષ્ટ ચારિત્રને જુદું પાડી તેને જિનકપનું નામ આપી, જિનકલ્પ વિચ્છેદ ગયાની વાત કરવા માંડી.
પરંતુ તે વખતે ય હજુ ઘણા સાધુએ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનારા હતા. તેમણે જિનકલ્પ વિચ્છેદ જવાની વાતને સખત વિરોધ કર્યો. અને એ રીતે મતભેદ ઉત્પન્ન થયેા.
66
પંડિત શ્રી મેચરદાસજી દોશીએ પણ તેમના જૈન સાહિત્યમાં વિકાર ” નામના પુસ્તકમાં લખ્યુ છે કે—
જંબૂસ્વામી પછી અર્થાત્
વમાનના નિર્વાણુ ખાદ
૨૪ વર્ષે તેમના નિત્ર થામાં એ તડ પડ્યા હતા. તેમાંનુ એક નરમ તડ એમ કહેતું કે હવે જિનકપ વિચ્છિન્ન થઈ ગયેા છે તેથી આપણે તેને આચરી શકીએ જ નહિ. ત્યારે ખીજું ગરમ તઃ તે જિનકલ્પનું પક્ષપાતી હતું અને તેની આચરણાની પણ હિમાયત કરતું હતું, '
66
આ મતભેદ હોવા છતાં જૈન ધર્મના ખુલ્લી રીતે બે તડા પડ્યા નહોતા. તા પણ બંને પક્ષ પોતપોતાની માન્યતા પ્રમાણેનુ પોતાના શિષ્યાને શિક્ષણ આપતા.
વખત જતાં જિનકલ્પ વિચ્છેદ ગયાની વાતને વિરોધ કરનારાઆમાં પણ શારીરિક અશકિતએ પ્રવેશ કરી દીધા. તેથી તેમને પણ જિનપ વિચ્છેદ જવાનું કબૂલ કરવુ પડ્યું. એટલે બન્ને પક્ષે દશ કે નવ પૂર્વ સુધીનું જ્ઞાન હાય, જંગલમાં રહેતા હાય, જિનતીર્થંકર ભગવાનના જેવું ઉત્કૃષ્ટ ચારિત્ર હોય એવા ચારિત્રને જિનકલ્પનું નામ આપી તે વિચ્છેદ ગયાનું કબૂલ કર્યું. આ રીતે પહેલા મતભેદનુ સમાધાન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org