________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨
આ પ્રમાણે છે–(૧) પ્રભાવ, (૨) શયંભવ, (૩) યશભદ્ર, (૪). સંભૂતિવિજય અને (૫) ભદ્રબાહુ,
દિગંબર સંપ્રદાય પ્રમાણે પહેલા પાંચ શ્રત કેવળી આચાર્યોનાં નામ આ પ્રમાણે છે-(૧) વિષ્ણુ, (૨) નન્દિમિત્ર, (૩) અપરાજિત, (૪) ગોવર્ધન અને (૫) ભદ્રબાહુ
આ ઉપરથી જોઈ શકાય છે કે જેનધર્મમાં મતભેદની શરૂઆત છેલ્લા કેવળી શ્રી જંબુસ્વામીના નિર્વાણ પછી તરત જ થઈ હતી. અને તેથી જંબુસ્વામી પછીના અને સંપ્રદાયના આચાર્યોના નામ જુદા જુદા છે.
પરંતુ પાંચમાં શ્રુતકેવળી ભદ્રબાહુનું નામ બનેમાં એક સરખું જ છે. તેનું કારણ એ છે કે દિગંબરે ટા પડ્યા પછી તેમણે પોતાની પટ્ટાવલી બનાવી ત્યારે વેતાંબર સાથેના શ્રેષ-ઝઘડાના કારણે તાંબર માન્ય આચાર્યોથી પિતાને માન્ય આચાર્યોના નામ જુદા રાખ્યા. પરંતુ ભદ્રબાહુના સમયમાં ચૌદપૂર્વધર ભદ્રબાહુ સ્વામી એક જ હતા. બીજા કઈ ચૌદપૂવ હતા જ નહિ અને ભદ્રબાહુ છેલ્લા જ ચૌદપૂર્વી હતા. તેથી દિગબરને ભદ્રબાહુ સ્વામીનું નામ તે રાખવું જ પડેલું.
શ્રી ભદ્રબાહુ પછી શ્રી ધૂળભદ્ર પણ ચૌદપૂર્વ ધારી હતા. પરંતુ દિગંબરે પિતાને ભદ્રબાહુના વખતથી જ ટા પડેલા મનાવવાનો પ્રયત્ન કરે છે તેથી સ્થૂળભદ્રની વાત તેમણે લખી જ નથી. વળી ઘૂળભદ્ર છેલ્લા ચાર પૂર્વ ફક્ત મૂળ જ, અર્થ રહિત જાણતા હતા.
જૈનધર્મમાં પહેલો મતભેદ જિનકલ્પ સંબંધી થયો હતો અને બીજે મતભેદ સાધુના વસ્ત્રધારણ માટે થયે હતો.
જિનકપ તીર્થકર ભગવાનના વખતમાં જિનક૯૫ કે સ્થવિર કલ્પ જેવાં કઈ ભેદવાળા નામ નહોતાં એટલું જ નહિ પણ છેલ્લા કેવળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org