________________
૩૩૬
મૂળ જૈન ધમ અને
એવી કઈ ખરાબી દેખાઈ નથી. પાંચમી સદીમાં એમાંની થોડી ખરાબીઓ સાધુસમાજમાં પ્રવિષ્ટ થયેલી જોઈ શકાય છે. એથી એ સિદ્ધ થાય છે કે આચાર્ય કુંદકુંદ વિક્રમની પાંચમી સદી પછીના ગ્રંથકાર છે.
જે એમ ન હેત અને દિગંબર પટ્ટાવલીઓના લેખ અનુસાર તેઓ વિક્રમની પહેલી કે બીજી સદીના ગ્રંથકાર હેત તો છઠી સદીની પ્રવૃત્તિઓનું ખંડન તેમના ગ્રંથમાં આવી શક્ત નહિ. શ્રી કુંદકુંદાચાર્યે તેમના ગ્રંથોમાં અનેક સ્થાન પર “ગ ” એ શબ્દને પ્રયોગ કર્યો છે. ગચ્છ શબ્દ વિક્રમની પાંચમી સદીની પછી પારિભાષિક શબ્દ છે. વેતાંબરોના પ્રાચીન ભાળ્યો લખાયા ત્યાં સુધીમાં “ગ” શબ્દ પ્રયુક્ત થયેલો નહતો. પરંતુ છઠી સાતમી સદી પછી લખાયેલા ભાગે, ચૂર્ણિએ તથા પ્રકીર્ણકોમાં “ગચ્છ' શબ્દને વ્યવહાર અવશ્ય થયેલો છે. એ જ વાત દિગંબર સંપ્રદાયમાં પણ છે. જ્યાં સુધી અમારી જાણમાં છે ત્યાં સુધી ત્રીજી ચોથી શતાબ્દિના તેમના સાહિત્યમાં “ગ૭”
શબ્દ પ્રયુક્ત થયેલો નથી. ૧૦. વિક્રમની નવમી સદીની પહેલાંના કોઈપણ શિલાલેખ, તામ્રપત્ર
કે ગ્રંથમાં કુંદકુંદાચાર્યને નામોલ્લેખ નથી તે પણ એ જ વાત સિધ્ધ કરે છે કે તેઓ એટલા બધા પ્રાચીન વ્યકિત નહતા કે જેમ કેટલાક દિગંબર વિદ્વાને સમજે છે.
મકરાના એક તામ્રપત્રમાં કે જે સંવત ૩૮૮ને લખેલ માનવામાં આવે છે તેમાં કુંદકુંદના નામનો ઉલ્લેખ છે તો પણ અમારી ઉપર પ્રમાણેની માન્યતામાં કાંઈ પણ આપત્તિ આવી શકતી નથી. કારણ કે એ તામ્રપત્રમાં તમામ આચાર્યોના નામની પહેલાં “ભટાર' (ભટ્ટારક) શબ્દ લખેલે છે. એથી સિદ્ધ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org