________________
૩૨૮
મૂળ જૈન ધર્મ અને ગ્રંથ લખ્યા હતા. તે ઉપરથી પૂરવાર થાય છે કે તેમના વિદેહગમનની અને તીર્થકર ભગવાન પાસે સમાધાન મેળવવાની વાત તદન કપોળકલિપત છે.
દાખલા તરીકે–શ્રી કુંદકુંદાચાર્યે પટ ખંડાગમને અભ્યાસ કર્યો હતો અને તેના પહેલા ત્રણ ખંડ ઉપર પરિકર્મ નામની ટીકા પણ રચી હતી. ૧ ખંડાગમના પહેલા ખંડમાં જ સંનય શબ્દ આવે છે કે જેથી સ્ત્રી મુકિત સાબિત થાય છે. અને દિગંબર સંપ્રદાયે તે શબ્દ પિતાની માન્યતાની વિરુદ્ધ તો હેવાથી પખંડામમાંથી તે શબ્દ રદ કરવાની આજ્ઞા તાજેતરમાં જ ફરમાવી છે.
તે, તેમના શાસ્ત્રમાં સંજ્ઞા શબ્દ સ્ત્રીમુક્તિ સાબિત કરે છે ત્યારે સંપ્રદાયની માન્યતા સ્ત્રીમુક્તિની વિરુદ્ધ છે તેથી સત્ય શું છે એવી શ્રી કુંદકુંદાચાર્યને શંકા ઉદ્દભવી હોય તે સ્વભાવિક છે.
હવે જે શ્રી કુંદકુંદાચાર્યને તીર્થકર ભગવાન પાસેથી તેનું સમાધાન મળ્યું હોત તો ભગવાને આ પ્રમાણે સ્પષ્ટીકરણ કરેલ છે એમ તેઓ ભગવાનના નામે કહ્યા વિના રહેત જ નહિ. પરંતુ તેમ નહિ કરતાં શ્રી કુંદકુંદાચાર્યે દિગંબર સંપ્રદાયની માન્યતાને પુષ્ટ કરે તેવી રીતે સ્ત્રીને મુક્તિ હોઈ શકે જ નહિ એમ પ્રતિપાદન કર્યું છે.
એટલે શ્રી કુંદકુંદાચાર્ય જેટલા જ્ઞાની અને તપસ્વી હતા તેટલા જ સંપ્રદાયમતના આગ્રહી હતા. તે વાત સાબિત કરે છે કે તેમને ભગવાન પાસેથી સમાધાન મળ્યાની વાત એ એક સંપૂર્ણ જૂઠાણું છે. અને તે તેમના અનુયાયીઓએ પાછળથી ઉપજાવી કાઢેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org