________________
૩૨૪
મૂળ જૈન ધર્મ અને
પ્રભાવિત થઈને તેમના અનુયાયીઓએ તેમના વિદેહ ગમન સંબંધી એક વિચિત્ર વાત પ્રચલિત કરી છે અને તે વાત દિગંબર સંપ્રદાયની દરેક વ્યકિત સત્ય માને છે. તે વાત આ પ્રમાણે છે–
“કહે છે કે–તેમના ધ્યાનની સ્થિરતા અને મનની નિશ્ચળતા બહુ ઉચ્ચ કોટિની હતી. એક વાર જ્યારે તેમને કોઈ સિદ્ધાંતિક વિષય પર શંકા ઉત્પન્ન થઈ અને તે ઉપર બહુ વિચાર કરવા છતાં પણ પોતે તે વિષે કાંઈ સમાધાન કે નિર્ણય કરી ન શક્યા ત્યારે તેમણે ધ્યાનમગ્ન થઈને તન્મયતાથી વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામીને મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક નમસ્કાર કર્યા.
તેમના મનોબળ અને તપ તેજના પ્રભાવથી સમવસરણમાં બિરાજમાન તીર્થકર ભગવાને તેમના નમસ્કારને સ્વીકાર કરતાં “સદ્ધમાં વૃદ્ધિરસ્તુ” એમ કહીને આશીર્વાદ આપો. ત્યાં ઉપસ્થિત જનતામાંથી કોઈ સમજી શકયા નહિ કે ભગવાનને કોઈએ સાક્ષાત નમસ્કાર નથી કર્યા તે એ આશીર્વાદ કોને અને શા માટે આપ્યા.
જનસાધારણની એ શંકાનું નિવારણ કરવા માટે ભગવાને બતાવ્યું કે ભરતક્ષેત્રમાં રહેવા વાળા દુર્ધર તપસ્વી કુંદકુંદ મુનિએ ધ્યાનસ્થ થઈને નમસ્કાર કર્યા તેને આ આશીર્વાદ આપે છે.
એ સમવસરણમાં આ આચાર્યના પૂર્વજન્મના બે ચારણ ઋષિધારી મિત્ર હતા. તેઓ પ્રેમવશ ભરતક્ષેત્ર આવ્યા અને આચાર્યશ્રીને વિદેહક્ષેત્ર લઈ ગયા. અને ત્યાં સમવરણમાં લઈ જઈને ભગવાનના સાક્ષાત દર્શન કરાવ્યા.”
જ્યારે આચાર્ય વર્થની સમસ્ત શંકાઓનું સંપૂર્ણ સમાધાન થઈ ગયું ત્યારે તેમની ઈચ્છાનુસાર તેમને એજ બને મિત્રોએ ભરતક્ષેત્રમાં લાવીને તેમના નિયત સ્થાને પહોંચાડ્યા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org