________________
૩૧૮
મૂળ જૈન ધર્મ અને
પંન્યાસ શ્રી કલ્યાણવિજય મહારાજે મૂળાચાર ગ્રંથ સંબંધમાં લખ્યું છે કે આ મૂળચાર ગ્રંથ એક સંગ્રહ ગ્રંથ છે. તેના પંચાચાર” અધિકારમાં કુલ ૨૨૨ ગાથા છે તેમાંની ૬૦ ગાથાઓ અક્ષરશઃ ભગવતી આરાધના ગ્રંથમાંથી લીધેલી છે. કેટલીક વેતાંબર આગમાંથી લીધેલી છે અને કેટલીક ગ્રંથકારની સ્વનિર્મિત છે.
તેના “સામાચારાધિકારમાં કેટલીક ગાથાઓ ભગવતી આરાધનાની છે, કેટલીક વેતાંબર સંપ્રદાયના આવશ્યક નિયંતિ ગ્રંથની અને કેટલીક સ્વનિર્મિત છે.
પિંડવિશુદ્ધિ અધિકાર માં મૌલિક ગાથાઓ કહેતાંબર સંપ્રદાયના પિંડનિર્યુકિત ગ્રંથની છે. જો કે તેમાં ક્યાંક ક્યાંક તેની વ્યાખ્યા કુંદકુંદાચાર્યે પિતાના સંપ્રદાય અનુસાર બદલી નાખી છે.
પર્યાપ્તિ અધિકાર માં ક્યાંક ક્યાંક આવશ્યક નિર્યુકિતની ગાથાઓ દષ્ટિગોચર થાય છે. બને “પ્રત્યાખ્યાન સંસ્તાર સ્તવાધિકારોમાં વેતાંબરીય “પયન્સ'ની અનેક ગાથાઓ જેમની તેમ સંગ્રહવામાં આવી છે.
સમયસારાધિકારમાં આવશ્યક નિર્યુકિત તથા દશવૈકાલિક સૂત્રની ગાથાઓ ઉપલબ્ધ છે.
ષ આવશ્યક અધિકાર માં તાંબરીય આવશ્યક નિયુક્તિને જ સંક્ષિપ્ત સંગ્રહ છે. તેમાં કુલ ૧૮૩ ગાથાઓ છે. તેમાંની ૭૭ ગાથાઓ આવશ્યક નિર્યુકિતની છે અને ૮ ગાથા આવશ્યક ભાષ્યની છે. એમાં ૧૫–૨૦ ગાથાઓ કઈક વિકૃત કરી દીધી છે. અને જ્યાં સાંપ્રદાયિક મતભેદ હતો ત્યાં ગાથાને પોતાની માન્યતાને અનુકૂળ બનાવી દીધી છે. બાકીની ગાથાઓ આવશ્યક નિર્યુક્તિ તથા ભાષ્યને સંક્ષિપ્ત સાર લઈને સ્વતંત્ર રીતે નિર્માણ કરી છે પરંતુ સામાન્ય રૂપથી એ સર્વની ઉપર શૌર્યસેનીની અસર જણાવવા માટે “ત”ના સ્થાન ઉપર અવશ્ય “દ” મૂકી દીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org