________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૦
૩૧૭
કરે છે તેવી જ રીતે એક બાબતને (નગ્નત્વ) એકાંત આગ્રહ બીજ અનેક મતભેદ ઉત્પન્ન કરે તે સ્વાભાવિક છે. તેથી સ્ત્રીમુકિત વગેરે અનેક નવા ભેદે ઉત્પન્ન થયા.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ ૮૦૦ થી ૧૦૦૦ વર્ષે થયેલા શ્રી કુંદકુંદાચાર્યે ભગવાનના શ્રીમુખેથી કશું સાંભળેલું નહતું. છતાં તેમણે તેમના ગ્રંથમાં કહી દીધું કે “ભગવાને કહ્યું તેમ જ કહું છું.” અને વિદ્વાન તપસ્વી આચાર્યના એ શબ્દોની જાદુઈ અસર થઈ. તેમનાં વચને પ્રમાણ મનાયા. અને તેમના ગ્રંથ પરમ આગમ તરીકે ગણાયા.
કુંદકુંદાચાર્યે શ્રત પરંપરાથી સાંભળેલું તેથી તેમાં સત્યાસત્યનું મિશ્રણ થયું હોય જ છતાં તે સર્વ ભગવાનના નામે ચડાવી દીધું!
પરિકમે તે પટ ખંડાગમના પહેલા ત્રણ ખંડ ઉપર બાર હજાર શ્લોક પરિમાણ શ્રી કુંદકુંદાચાર્યું પરિકમ નામની ટીકા લખી હતી. પરંતુ તે હાલ વિચ્છેદ ગઈ છે.
દશભક્તિને પ્રાકૃત ગધ ભાગ જ શ્રી કુંદકુંદાચાર્યને બનાવેલ છે.
મૂળચાર વદકેર કૃત કહેવાતું હતું. પણ વદકેર નામના કોઈ આચાર્ય થયા નથી. વકરને અર્થ વૃત્તિકાર થાય છે. શ્રી કુંદકુંદાચાર્યો પરિકર્મવૃત્તિ લખી હતી તેથી તેમને વૃત્તિકાર તરીકે જણાવેલા હતા. એટલે કે મૂળાચાર તે વૃત્તિકાર શ્રી કુંદકુંદાચાર્યને બનાવેલ છે. એમ મૂળાચાર ગ્રંથની પ્રસ્તાવનામાં વિગતથી બતાવેલું છે.
પં. શ્રી કલ્યાણવિજયજીએ કરેલી
મૂળાચાર ગ્રંથની સમાલોચના પન્યાસ શ્રી કલ્યાણવિજ્યજી મહારાજે મૂળાચાર ગ્રંથની કઈક વિસ્તૃત સમાલોચના લખી છે તે ખાસ ઉગી હોવાથી વાંચકની . જાણ માટે અત્રે ઉધ્ધત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org