________________
૩૦૪
મૂળ જૈન ધર્મ અને જેની નિમિત્તવેત્તાના નામથી પ્રસિદ્ધિ થઈ હતી. કારણ કે શિલાલેખમાં એ પ્રમાણે સ્પષ્ટ લખેલ છે. દિ. રત્નનંદીનું ભદ્રબાહુ ચરિત્ર
ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તની કથામાં ચંદ્રગુપ્તને ક્યાંય પણ મૌર્ય અથવા પાટલી પુત્રના રાજા તરીકે લખેલ નથી. પણ ઉજજયિનીના રાજા તરીકે લખેલ છે. જેમકે રત્નનંદીના ભદ્રબાહુ ચરિત્રમાં દ્વિતીય પરિચ્છેદની ગાથા ૫ થી ૮ માં લખ્યું છે કે
વિવેક વિનય ધનધાન્યાદિ સંપદાઓથી સમસ્ત દેશને જીતવાવાળા અવંતિ નામના દેશમાં પ્રાકારોથી યુક્ત તથા શ્રી જિનમંદિર, ગૃહસ્થ, મુનિ અને ઉત્તમ ધર્મથી વિભૂષિત ઉજયિની નામની નગરી છે–
ગાથા ૫-૬ “તેમાં ચંદ્રમા જેવા નિર્મળ કીર્તિના ધારક, ચંદ્રમાં સમાન આનંદ દેવાવાળા, સુંદર ગુણોથી વિરાજમાન, જ્ઞાન તથા કળા કૌશલ્યમાં સુચતુર, જિનપૂજા કરવામાં ઈદ્ર સમાન, ચાર પ્રકારના દાન દેવામાં સમર્થ તથા પિતાના પ્રતાપથી સૂર્યને પરાજિત કરવાવાળા ચંદ્રગુતિ નામના રાજા હતા–
ગાથા ૭-૮. અહીં રનનંદીએ ઉજજયિનીના રાજા હતા એમ લખ્યું છે એટલું જ નહિ પણ રાજાનું નામ ચંદ્રગુપ્તિ આપેલું છે અને તેમાં ૌર્ય વંશનું કે પાટલીપુત્રના રાજા તરીકેનું નામનિશાન પણ નથી, ફક્ત તે ઉજજયિનીના રાજા એટલે તે મૌર્ય ચંદ્રગુપ્તથી ભિન્ન છે એમ સિદ્ધ થાય છે.
વળી આ ઘટનાને સમય વિક્રમની પહેલી કે બીજી સદીની આસપાસના લખેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org