________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૯
૩૦૩ હતી. પરંતુ એ વાત ભૂલવા જેવી નથી કે એ લેખમાં ભદ્રબાહુને શ્રુતકેવળી જણાવ્યા નથી તેમજ ચંદ્રગુપ્તને મૌર્ય જણાવ્યા નથી. દિ. હરિના બહત કથા કોષની વાત
દિગંબર સાહિત્યમાં આ વિષયને સૌથી પ્રાચીન ઉલ્લેખ હરિણકૃત બહકથાકેષમાં જોવા મળે છે. આ ગ્રંથ શક સંવત ૮૫૩ વિક્રમ સં. ૮૮૮માં રચાયેલો છે. તેમાં શ્રુતકેવળી ભદ્રબાહુના મુખથી દુકાળ સંબંધી ભવિષ્યવાણી સાંભળીને ઉજજયિનીના રાજા ચંદ્રગુપ્ત દીક્ષા લેવાને ઉલ્લેખ છે. આગળ જતાં ચંદ્રગુપ્ત દશ પૂર્વધર વિશાખાચાર્યના નામથી સંધના નાયક બનવાને ઉલ્લેખ પણ એ જ ક્યા ગ્રંથમાં છે.
આટલુ હેવા છતાં પણ ચંદ્રગુપ્તને ઉજજયિનીના રાજા કહીને કથાકારે એ કથાની વાસ્તવિકતાનું સૂચન કરી દીધું છે.
ભદ્રબાહુના દક્ષિણ દેશમાં જવા સંબંધી અને ચંદ્રગુપ્ત ઉજયિનીના રાજા હેવા સંબંધી હકીકતથી જ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે એ ભદ્રબાહુ, શ્રુતકેવલી ભદ્રબાહુથી ભિન્ન (જુદા) હતા અને ચંદ્રગુપ્ત પણ પાટલીપુત્રના મૌર્ય ચંદ્રગુપ્તથી ભિન્ન હતા. શક સં. પરરને શિલાલેખ
પાર્શ્વનાથ વસ્તિમાં લગભગ શકે સંવત પર ૨ ની આસપાસમાં લખેલો એક શિલાલેખ છે. તેમાં ભદ્રબાહુની સૂચનાથી સંધ દક્ષિણમાં ગયેલો એમ ઉલ્લેખ છે. પણ એ ઉલ્લેખથી એ વાત સ્પષ્ટ સિદ્ધ થઈ જાય છે કે-દુકાળ સંબંધી જેની ભવિષ્યવાણુથી જૈન સંઘ દક્ષિણા પથ તરફ ગયેલ હતો તે ભદ્રબાહુ શ્રુતકેવલી નહિ પણ શ્રતકેવળીની શિષ્ય-પરંપરામાં થયેલા બીજા ભદ્રબાહુ હતા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org