________________
હાલને સંપ્રદાયે પ્ર. ૧૯
વરાહમિહિરે ધમાં સાધુ વેશ ત્યજી દીધો એટલું જ નહિ પણ જૈન ધર્મના સાધુઓ પક્ષપાતી છે એમ ગણું તે જૈન ધર્મના અને જૈન સાધુઓના દેવી બની ગયા અને ગૃહસ્થાશ્રમમાં ફરી તેમને મૂળ બ્રાહ્મણ ધર્મ અંગીકાર કરી લીધે.
પહેલેથી જ વરાહમિહિર જ્યોતિષ વિદ્યામાં કુશળ હતા જ. તે જ વિધાથી પ્રતિષ્ઠાનપુરના રાજા શત્રુજિતને પ્રસન્ન કરીને રાજાના પુરોહિત બન્યા. અને પછી પોતાને મહિમા વધારવા માટે એવી ગેમ્પ ચલાવી કે–
“એક વાર જંગલમાં મેં એક શિલા ઉપર સિંહ લગ્નની કુંડલી બનાવી હતી. રાત્રે યાદ આવ્યું કે તે કુંડલી ભુસતાં હું ભૂલી ગયો છું. તેથી તરત જ રાત્રે જંગલમાં ગયો. ત્યાં જઈને જોયું તો મારી કંડલી ઉપર સિંહ બેઠો હતો. સિંહને ડર રાખ્યા વિના તેની નીચે હાથ નાખીને કુંડલી ભૂંસી નાખી. મારા પરાક્રમથી પ્રસન્ન થઈને તે સિંહે સૂર્યરૂપે પ્રગટ થઈને મને કહ્યું–હે વત્સ પ્રસન્ન થયો છું. તે વરદાન ભાગ ! મેં કહ્યું–હે દેવ, આપ પ્રસન્ન થયા હો તો મને આખું
તિષચક્ર બતાવો દેવે મારી વિનંતિ પ્રમાણે મને જ્યોતિષક્ર બતાવ્યું. ત્યારથી મારું વરાહમિહિર નામ પ્રસિદ્ધ થયું છે.”
વરાહમિહિરની આ ગપ્પથી તેની ખ્યાતિ વધી ગઈ અને રાજાને પણુ માનીતો થઈ ગયો. હવે રાજાને વિશેષ પ્રસન્ન કરવા એક વખત તેણે રાજાને કહ્યું–મેં આ કુંડાળું બનાવ્યું છે, ચોમાસામાં અમુક દિવસે વૃષ્ટિ થશે ત્યારે એક મોટું બાવનપળનું લાંબું ભાછલું એ કુંડાળાની વચમાં આવીને પડશે.
આ. ભાદ્રબહુને આ સમાચાર મળતાં તેમણે રાજાને કહેવડાવ્યું કે તે માછલું કુંડાળાની વચમાં નહિ પણ કુંડાળાની કિનાર દબાય તેવી રીતે બાજુમાં પડશે અને (ર) બાવન નહિ પણ સાડી એકાવન પળનું લાંબું હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org