________________
૨૮૬
મૂળ જૈન ધર્મ અને ગંભીર, દઢ નિશ્ચયી હતા, એટલું જ નહિ, પણ શાસ્ત્રજ્ઞાનમાં પારંગત બન્યા હતા.
વરાહમિહિર મોટો ભાઈ હેવાથી ગુરુ મહારાજ તેમની પછી પિતાને આચાર્યપદે નીમશે એવી વરાહમિહિરને ઈચ્છા અથવા ખાત્રી હતી, પરંતુ ગુરુ મહારાજે પરીક્ષાથી ખાત્રી કરી કે વરામમિહિર કરતાં ભદ્રબાહુ જ્ઞાનમાં, આચારમાં, સ્વભાવમાં દરેક રીતે ચડિયાતા છે અને આચાર્યપદને ભદ્રબાહુ જ યોગ્ય છે. આ પ્રમાણે ખાત્રી થતાં ગુરુજીએ મુનિ ભદ્રબાહુને આચાર્યપદે નીમ્યા.
ગુરુજીએ પક્ષપાત કર્યો છે એ જોઈ વરાહમિહિર ગુસ્સે થયા પરંતુ વળી વિચાર્યું કે ગુરુએ ભલે પક્ષપાત કર્યો પણ ભદ્રબાહુ તો મારો નાનો ભાઈ છે ને! ગુરુના સ્વર્ગગમન પછી તે મને જ આચાર્ય ઠરાવશે. આમ વિચારી તે વખતે તે શાંત રહ્યા.
ગુરુજીના સ્વર્ગગમન પછી મુનિ વરાહમિહિરે ભદ્રબાહુ પાસે પિતાને આચાર્યપદ આપવાની માગણી કરી. ત્યારે શ્રી ભદ્રબાહુ સ્વામીએ ચોખ્ખું કહ્યું કે–આચાર્યપદ ગ્યપાત્રને જ અપાય છે. ગુરુજીએ તમને અગ્ય ગણીને તે પદ તમને આપ્યું તો તેમના નિર્ણયને ઉલટાવીને ગુરુજીનું અપમાન કેમ કરી શકું?
આ સાંભળીને વરાહમિહિરને ખૂબ ક્રોધ ચડ્યો. મોટા તરીકેનું તેમને અભિમાન હતું અને યશ-કીર્તિ એ તેમના જીવનનું ધ્યેય હતું. તેમણે વૈરાગ્ય સંયમને પણ પ્રતિષ્ઠા પ્રાપ્તિનું સાધન ગયું હતું. પિતાના ધ્યેયમાં નિષ્ફળ ગયા જાણીને વિરાહમિહિરે તુરત જ ગુસ્સામાં સાધુ વેશને તિલાંજલી આપી દીધી અને ગૃહસ્થાશ્રમી બની ગયા.
કલ્પરિણાવલી ૧૬૩ માં લખ્યું છે કે–ભદ્રબાહુને આચાર્ય પદવી આપવાથી વરાહ મિહિરને ક્રોધ ચઢયો તેથી તેણે દીક્ષા છોડી નિજ વેશ ધારણ કર્યો, વારાહિ સંહિતા બનાવી અને નૈમિત્તિક તરીકે જીવન ગાળવા લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org