________________
૨૭૪
મૂળ જૈન ધર્મ અને સાધુઓને તે જ ભવગાં મેક્ષ, ભગવાન મહાવીરને ગર્ભાપહાર વગેરે વાતનું પ્રતિપાદન કરનારા આગમસંગ્રહ એ જ મૂઢ જિન આચાર્યે રચ્યા.
આચાર્ય રત્નનંદી અથવા રત્નકતિએ સંસ્કૃતમાં રચેલ ભદ્રબાહુ ચરિત્રને હિંદી અનુવાદ પં. ઉદયલાલ કાસલીવાલે કરેલ છે અને તે પુસ્તક દિગંબર જૈન પુસ્તકાલય, ગાંધી ચોક, સુરત તરફથી પ્રગટ થયેલ છે.
તેના પાના ૧૬ થી ૩૮ સુધીમાં વેતાંબરની ઉત્પત્તિને વૃત્તાંત વિસ્તારથી આપેલ છે. તેને ઉપર પ્રમાણે ટુંકે સાર જ પં, મુનિશ્રી કલ્યાણ વિજયજી મહારાજે આપેલ છે.
આ સર્વ વૃત્તાંત દિગંબર આચાર્યોએ પિતાની કલ્પનાથી ઉપજાવી કાઢેલા છે અને તે ફકત દિગબર મતની સરસાઈ અને શ્વેતાંબર મતની હલકાઈ કરવાને માટે જ શ્રેષથી લખેલા છે તે વાત પહેલાં તો તે વૃત્તાંત વાંચતાં જ વાંચક સમજી શકે છે એવી તેની ભાષા છે અને એવી તેમાં અસંબદ્ધ અને અવાસ્તવિક વાત લખી છે.
એ બધાય વૃત્તાંત તદ્દન ઢંગધડા વિનાના છે તે પં. મુનિ શ્રી કલ્યાણ વિજ્યજીની સમીક્ષા ઉપરથી વાંચક વિશેષ સ્પષ્ટતાથી સમજી શકશે. તેથી તેમની સમીક્ષા અત્રે ઉદધત કરી છે.
દિગંબરની ખેટી કલ્પનાઓનું સારું રહસ્ય બતાવતી અને દિગંબરની વાતને ખોટી ઠરાવતી
પં. શ્રી કલ્યાણવિજયજીની સમીક્ષા આ ડીક કથાઓ અહીં લખીને અમે તેને અપ્રાપ્ય મહત્વ આપતા નહિ. તેમ તેની મીમાંસા કરવાની મહેનત પણ કરતા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org