________________
પ્રકરણ પહેલું સર્વ જૈન સંપ્રદાય માટે
કટુ સત્ય
તીર્થકર ભગવાને જેને ધર્મ એક જ પ્રરૂપેલો છે, કાળક્રમે મતભેદથી જૈનધર્મમાં બે ફાંટા પડ્યા–(૧) તાંબર સંપ્રદાય અને (૨) દિગંબર સંપ્રદાય. અને તે પછી તેના પેટા સંપ્રદાયો થયા જેવા કેસ્થાનક્વાસી, તેરાપંથી વગેરે. તે ઉપરાંત દરેકના ગચ્છ, સંધાડા વગેરે અનેક ફાંટાઓ છે.
આ સર્વ ફાંટાઓ અથવા સંપ્રદાયે પિતાપિતાની માન્યતા પ્રમાણેને ધર્મ જ સત્ય છે એવી જાતનું ગુમાન ધરાવે છે એટલું જ નહિ પણ પિતાની માન્યતાને સાચી ઠરાવવાને માટે અનેક કાવાદાવા પણ કરે છે. આવી સ્થિતિમાં જૈન ધર્મની એકતાની વાત કરવી તે મૂર્ખાઈ જ ગણાય. કારણ કે જ્યાં કટ્ટર સંપ્રદાયવાદીઓ સત્ય સમજવાને જ તૈયાર ન હોય ત્યાં જન ધર્મની એકતા આકાશકુસુમ જેવી અસંભવિત જ ગણાય, મનાય.
છતાં હું જૈન ધર્મની એકતાની વાત હરવખત ર્યા કરું છું કારણકે આજે અસંભવિત દેખાતી વાતને પણ કુદરત કાલે સંભવિત બનાવી શકે. કુદરતમાં અણધાર્યો ફેરફારો થયા જ કરે છે. જગતમાં યુગપલટા થયા જ કરે છે અને તે વખતે પહેલાં અસંભવિત ગણાતા ફેરફારે એક ક્ષણ માત્રમાં થઈ જાય છે. આવા યુગપલટા વખતે એવો કોઈ મહાન પુરુષ જાગે છે કે જે યુગની ચાલતી ધારાને એકદમ પલટાવી નાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org