________________
૨૫૨
મૂળ જૈન ધર્મ અને તેમને પરિચય આપીને તેમના ચેપથી બચવાને સાધુઓને ઉપદેશ દેતા રહ્યા હતા તે પણ શિથિલચારીઓને પ્રવાહ રોકી શકાય નહિ.
વિક્રમની પાંચમી છઠ્ઠી સદી સુધીમાં પાસસ્થા આદિ નામથી ઓળખાતા શિથિલાચારીઓએ ગામે ગામે અડા જમાવી દીધા અને ઉગ્ર વિહારી સુવિહિત સાધુઓની સંખ્યા ઓછી થવા માંડી.
આવી સ્થિતિમાં નવી સ્થવિર ( દિગબર) પરંપરાએ પૂરો લાભ ઉઠાવ્યો. પરિમિત વસ્ત્રપાત્રની છૂટના કારણે તેમને ત્યાં સાધુઓની સંખ્યા ખૂબ વધતી ગઈ અને પ્રાચીન કાલીન નગ્નતા આદિ ઉત્કૃષ્ટ ક્રિયાઓના કારણે ગૃહસ્થવર્ગ પણ પ્રતિદિન તેમની તરફ ઝુકત ગયો.
પરિણામ એ થયું કે વિક્રમની પાંચમી સદીની આસપાસમાં જઈને એ પરંપરાએ પિતાના સ્વતંત્ર સંધ સ્થાપિત કરી દીધા. અને પ્રાચીન સ્થવિર પરંપરાનું પહેલું નામ મૂળસંઘ પિતાને માટે વ્યવહત કર્યું.
જો કે ત્યાં સુધી મૂળ સંધ વેતાંબરના જ જૈન આગમેથી કામ ચલાવતા હતા તે પણ મહાવીરનું ગર્ભહરણ, તેમને વિવાહ આદિ અનેક વાતે તેઓ માનતા ન હતા. અને એ કારણથી ધીરે ધીરે તેઓ પોતાનું સાહિત્ય નિર્માણ કર્યું જાતા હતા.
પ્રાચીન સ્થવિર પરંપરાના મૃતધરોએ નવીન પરંપરાના કેટલાક સિદ્ધાંત ભેદ માટે તેમને પ્રતિવાદ કરો શરૂ કર્યો. પરિણામે બન્ને પરંપરામાં તડાતડી વધતી ગઈ.
દિગંબરેમાં એકાંતિક આગ્રહની શરૂઆત
છઠી સદીના વિદ્વાન આચાર્ય કુંદકુંદ, દેવનંદી વગેરેએ પ્રાચીન પરંપરા સામે મજબૂત મોરચા માંડયા, પહેલાં જે સૂત્ર, નિર્યુક્તિ આદિ પ્રાચીન આગમોને તેમના પૂર્વાચાર્યો માનતા આવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org