________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૬
૨૫૧
આગમ અને આચાર વિચારોના કારણથી તેમને “ખચ્ચર' સુધીની ઉપમા દેતાં પણ અચકાયા નહિ.
જુઓ–ષ પ્રાભૂતની ટીકામાં મૃતસાગરે લખ્યું છે કે.. यापनीयास्तु वेसरा इवोभयं मन्यन्ते, रत्नत्रयं पूजयन्ति, कल्पं च वाचयन्ति, स्त्रीणां तद्भवे मोक्षं, केवलि जिनानां कवलाहारं, परशासने सग्रन्थानां भोक्ष च कथयन्ति ॥
અર્થાપનીય સંઘ તથા વેસરા સંઘ એ બન્ને સ રત્યત્રયને પૂજે છે, કલ્પ સૂત્ર વાંચે છે, સ્ત્રીઓ તેજ ભવે મેક્ષ જાય એમ માને છે, કેવળી જિનના કવળાહારને માને છે તેમજ પરતીથી (અન્ય લિગે) તથા સંગ્રથા (ગૃહસ્થ લિગે) મેક્ષ પામે એમ કહે છે.
ઉપરના ઉલ્લેખમાં યાપનીને ખચ્ચરની ઉપમા દેવા માટે મૃતસાગર સૂરિએ જે અનેક કારણો બતાવ્યા છે તેમાં “કલ્પવાચના'નું પણ એક કારણ છે. શ્વેતાંબર પરંપરામાં વાર્ષિક પર્યુષણ પર ક૯પવાચનાની રીત ઠેઠથી ચાલી આવી છે એ જ રીત યાપનીયોમાં પણ હતી.
આથી સિદ્ધ થાય છે કે શિવભુતિએ પિતાની નગ્ન પરંપરા અવશ્ય ચલાવી હતી પણ તેમણે પ્રાચીન આગને ઠોકરાવી દીધા નહોતા, અમાન્ય કર્યા નહતા.
પ્રાચીન સ્થવિર પર પરામાં પ્રતિદિન શૈથિલ્યના ભાવ વધતા રહ્યા હતા. વસ્તીમાં રહેવાનું છે તેમણે પહેલેથી શરૂ કરી દીધું હતું. તે પછી ધીરે ધીરે તેઓમાં ચારિત્રમાર્ગથી બીજી શિથિલતાઓ પણ પ્રવેશ. કરી રહી હતી.
સુવિહિત ગીતાર્થ મુનિઓ વ્યવસ્થા જાળવી રાખવા માટે ઘણું પ્રયત્ન કરી રહ્યા હતા. શિથિલચારીઓના પાસત્યા આદિ નામેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org