________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૬
२४७ નથી તો પણ ઉક્ત આપવાદિક લિગના વિધાનથી તથા ઉક્ત ગ્રંથના છેડા અન્ય ઉદલેથી એ નિશ્ચિત છે કે તેઓ વસ્ત્ર તથા પાત્ર અવશ્ય રાખતા હતા. પણ એ પ્રવૃત્તિને તેઓ ઉત્સર્ગ માર્ગ ન કહેતાં અપવાદ માર્ગ કહેતા હતા.
વાંચકોના વિનદાથે દિગંબર સંપ્રદાયમાં પણ સાધુઓને માટે પાત્ર રાખવાનું અનિવાર્ય કરે છે એવા ઉલ્લેખ અહીં ઉદ્ભૂત કરીએ છીએ.
શિવકેટિ આચાર્ય ભગવતી આરાધના ગ્રંથમાં સાધુઓએ કરવાના કાયિક વિનયનું વર્ણન કરતાં કહે છે કે
“આસન દેવું, ઉપકરણ દેવું, ઉચિત શરીરનો સ્પર્શ કરવો (વિશ્રામને માટે પગચંપી વગેરે કરવું ), સમયોચિત કાર્ય કરવું, ભેજન લાવવું, સંથારો કરે, ઉપકરણની પ્રતિલેખના કરવી ઇત્યાદિ શરીરથી સાધુ વર્ગને ઉપકાર કરે તે કાયિક વિનય છે.” (ગાથા ૧૧૮ થી ૧૨૨).
ભગવતી આરાધનાની ગાથા ૩૦૫-૩૦૬ માં સ્પષ્ટ રીતે આહાર ઔષધિ દ્વારા સાધુ અન્ય સાધુની વૈયાવૃત્ય કરે એવું વિધાન કરતાં કહ્યું છે કે–
“ નિવાસ સ્થાન, આસન, ઉપધિ તથા ઔપગ્રહિક ઉપકરણની પ્રતિલેખના કરવી, આહાર, ઔષધ, વાચના દેવી, મળમૂત્ર આદિને બહાર પરઠવા, શરીર મર્દન કરવું વગેરેને વૈયાય કહે છે.”
એ જ ગાથા થોડા પરિવર્તન સાથે કુંદકુંદાચાર્યના મૂળાચાર ગ્રંથમાં પંચાચાર અધિકારમાં પણ આવેલી છે.
ભગવતી આરાધનાની ગાથા ૬૬૨ થી ૬૬૫ માં લેખના કરવાવાળા સાધુની સેવા સંબંધી વ્યવસ્થા બતાવતાં શિવકેટિ આચાર્ય કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW