________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૬
૨૪૧
શિવભૂતિ–વિચ્છેદ કેમ જાય? હું આચરું છું. પરલોકાથીએ તે એમ જ કરવું જોઈએ. ઉપધિ, પરિગ્રહ શા માટે જોઈએ? પરિગ્રહમાં કષાય, મૂચ્છ, ભય આદિ ઘણું દેષ છે. શાસ્ત્રમાં પણ અપરિગ્રહત્વ જ કહેલ છે. જિનેશ્વર ભગવાન પણ અલક જ હતા. માટે અચેલકતા જ સારી છે.
ગુર–તો તે શરીરને પણ ત્યાગ કરી દેવું જોઈએ કારણ કે કોઈને શરીર પર કપાય મૂચ્છ આદિ થઈ જાય છે. શાસ્ત્રમાં અપરિગ્રહવા કહ્યું છે પણ તેનું તાત્પર્ય એટલું જ છે કે સાધુએ ધર્મોપકરણ ઉપર પણ મૂચ્છ કરવી નહિ જોઈએ. જિન પણ એકાંત અચેલક નહોતા શાસ્ત્રમાં કહ્યું છે કે સર્વ જિનેશ્વર એક દેવદૂષ્યની સાથે દીક્ષિત થયા હતા.
(નોંધ-મૂછ વિના ઉપકરણે રાખી શકાય એવો મૃચ્છને બે અર્થ તેમજ જિન અચલક નહતા એ ખેટે અર્થ કરવામાં સાધુઓ તે વખતે કેટલા બધા કુશળ થઈ ગયા હતા તે આ હકીક્ત બતાવી આપે છે. આ રીતે જ મૂછ નહિ હેવાનો ઢોંગ કરીને અને પોતાની નિર્બળતા છુપાવીને ઉપકરણો વધારતા ગયા અને શિથિલાચાર પિષતા ગયા-ન. ગિ. શેઠ)
આ પ્રમાણે સ્થવિરોએ શિવભૂતિને સમજાવ્યા પણ કર્મોદયને વશ થઈને તેઓ વસ્ત્રો છોડીને ચાલ્યા ગયા.
ઉત્તરા નામની તેમની એક બહેન હતી તેણી ઉદ્યાનમાં રહેલા શિવભૂતિને વંદના કરવા ગઈ અને તેને જોઈને તેણીએ પણ વચ્ચે ત્યાગી દીધા. તેણે ભિક્ષથે ગામમાં ગઈ. તેને જોઈને એક ગણિકાએ વિચાર્યું કે આને લઈને લોકો અમારાથી વિરક્ત થઈ જાશે તેથી તે વેશ્યાએ ઉત્તરાના ઉત્તર પ્રદેશ પર એક વસ્ત્ર બાંધી દીધું.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org