________________
૨૪૦
મૂળ જૈન ધર્મ અને - તે ચાલ્યો ગયો અને તપાસ કરતાં તેણે સાધુઓને ઉપાશ્રય ખુલ્લ જે. અંદર જઈ સાધુઓને વંદન કરતાં તેણે કહ્યું અને પ્રત્રજ્યા આપે.
પરંતુ સાધુઓએ તેની પ્રાર્થના સ્વીકારી નહિ. ત્યારે તેણે પોતે પિતાની મેળે લોચ કરી નાખ્યું. ત્યાર પછી તેને સાધુને વેષ આપો અને સાધુઓ તેની સાથે ત્યાંથી ચાલી નીકળ્યા.
કાળાંતરે સાધુ ફરીથી ત્યાં આવ્યા. રાજાએ શિવભૂતિને એક બહુમૂલ્ય કંબલ આપ્યું.
આચાર્યે કહ્યું—સાધુઓને તેની શી જરૂર છે? તે એ કેમ લીધું?
એમ કહીને તેને પૂછ્યા વિના જ કંબલને ફાડીને તેની નિષધાઓ (નિશીથિઓ) કરી નાખી. તેથી શિવભૂતિ બહુ જ નારાજ થયે,
એક દિવસ જિનકલ્પિક સાધુઓનું વર્ણન ચાલી રહ્યું હતું કે જિનકલ્પિક બે પ્રકારના હોય છે–પાણિપાત્ર અને પાત્ર ધારી.
(ધ–અહીં જિનક૯પી બે પ્રકારના કહ્યા–(૧) પાણી પાત્રી એટલે હાથમાં ભોજન લેનારા (૨) પાત્રધારી : એટલે બેજન માટે પાત્ર રાખનારા.
પરંતુ અહીં જનકલ્પી વસૂધારી હોય એમ કહ્યું નથી. એટલે જિનકપીને વસ્ત્રધારી કહેનારા કેવા જૂઠા છે તે સમજી શકાશે,
–ન. ગિ. શેઠ) ત્યારે શિવભૂતિએ પૂછયું–આજકાલ આટલી બધી ઉપાધિ કેમ રાખવામાં આવે છે? જિનકલ્પ કેમ આચરવામાં નથી આવતો?
આચાર્ય—આ સમયે તે વિચ્છેદ ગયો છે તેથી તે આચરવામાં આવતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org