________________
૨૩૮
-
=
મૂળ જેન ધર્મ અને પરંતુ તે પછી આર્ય મહાનિરિએ જિનકલ્પના જેવો આચાર પાળવાનું ફરીથી શરૂ કરવાથી વળી પાછા મતભેદ શરૂ થયો હતો. આર્ય મહાગિરિના શિષ્ય જિનકલ્પ ચાલુ છે એમ માનવા લાગ્યા ત્યારે નરમ દળના સાધુઓ જિનકલ્પ વિચ્છેદ ગયાની વાતને વળગી રહ્યા.
એ મતભેદ પણ બહુ લાંબો ચાલ્યો નહોતો કારણ કે વિષમ કાળના કારણે દિવસે દિવસે શરીર સંસ્થાન હીન હીન થતું જવાથી જિનકલ્પના હિમાયતીઓને નવા સાધુઓમાંથી જરા પણ ઉત્તેજન મળ્યું નહોતું તેથી તે મતભેદ બીજીવાર પણ શાંત થઈ ગયો.
છતાં આ મતભેદનું ઝેર તો સાધુઓમાં રેડાઈ ગયું હતું તે નાબૂદ થયું નહોતું. અને આરક્ષિત સૂરિએ જ્યારે તેમના પિતાને વસ્ત્રધારી રહેવા દઈને મુનિ દીક્ષા આપી ત્યારે ગરમ દળના સાધુઓમાં ફરીથી ઉગ્ર મતભેદ શરૂ થયો એમ દેખાય છે. કારણ કે આર્યરક્ષિત સૂરિના સ્વર્ગગમન પછી ફકત (દિગંબર મત પ્રમાણે) નવ વર્ષ પછી અને (વેતાંબર મત પ્રમાણે) બાર વર્ષ પછી દિગબર અને શ્વેતાંબરના નામથી બને સંપ્રદાયે છૂટા પડ્યા.
છૂટા પડવાનું તાત્કાલિક કારણ બે પક્ષ છૂટા પડવાનું તાત્કાલિક કારણ એ છે કે મથુરાની પાસેના “રહવીર ” નામના ગામમાં આયકૃષ્ણના શિષ્ય શિવભૂતિએ જિનકલ્પની ચર્ચા ઉભી કરી અને પોતે જિનકલ્પી બનીને લાંબા કાળથી શાંત થયેલ મતભેદને નવપલ્લવિત કર્યો.
મથુરામાં કંકાલી ટીલામાંથી જેન વેતાંબર પરંપરાના આચાર્ય આર્ય કહની એક અર્ધ નગ્ન મૂર્તિ નીકળી છે. તે પ્રાયઃ વિક્રમની બીજી સદીની શરૂઆતમાં નિમિત થઈ હતી. મથુરાની આસપાસ તથા તેને પશ્ચિમ પ્રદેશમાં ઘણું પૂર્વકાળથી “કૃષ્ણ ગચ્છ” અથવા કૃષ્ણર્ષિગચ્છ” નામથી પ્રસિદ્ધ લેતાંબર આમ્નાયને એક પ્રાચીન ગચ્છ પ્રચલિત થયું હતું. અને તે વિક્રમની પંદરમી સદી સુધી ચાલતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org